પેટ્રોલ અને ડીઝલના નવી કિમંત(Petrol diesel latest rates) બહાર પાડવામાં આવ્યા છે. સરકારી તેલ કંપનીઓએ 11 સપ્ટેમ્બર, 2021 ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Price) માં કોઈ ફેરફાર કર્યો નથી. આજે સતત છઠ્ઠા દિવસે ફ્યુઅલ રેટ(Fuel Rate) સ્થિર રહ્યો છે. આ સપ્તાહ દરમિયાન તેલના ભાવ સમાન રહ્યા છે. ભાવમાં કોઈ ફેરફાર નથી. આ પહેલા રવિવારે દેશના વિવિધ શહેરોમાં 10 પૈસાથી લઈને 15 પૈસા સુધીનો પેટ્રોલની કિંમત (Petrol price)માં ઘટાડો કરવામાં આવ્યો હતો. એ મુજબ આજે પણ રવિવારના ભાવ લાગુ પડશે.
રોજ સવારે 6 વાગ્યે બદલાય છે પેટ્રોલ ડીઝલના ભાવ
ઉલ્લેખનીય છે કે IOCL તરફથી રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરવામાં આવે છે. તમે તમારા કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને કે પછી SMS દ્વારા તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો.
પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 11 September 2021)
- દિલ્હી પેટ્રોલ 101.19 રૂપિયા અને ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ પેટ્રોલ 107.26 રૂપિયા અને ડીઝલ 96.19 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ 98.96 રૂપિયા અને ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ 101.72 રૂપિયા અને ડીઝલ 91.84 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડા પેટ્રોલ 98.52 રૂપિયા અને ડીઝલ 89.21 રૂપિયા પ્રતિ લીટર
- જયપુર પેટ્રોલ રૂ. 108.17 અને ડીઝલ રૂ. 97.76 પ્રતિ લિટર
- ભોપાલ પેટ્રોલ 109.63 રૂપિયા અને ડીઝલ 97.43 રૂપિયા પ્રતિ લીટર