દેશભરમાં જે રીતે ઉનાળાના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે તે પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ સતત વધારાનો સિલસિલો ચાલી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. સામાન્ય લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 7 દિવસમાં 6 વખત ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે ઈંધણની કિંમત 22 માર્ચથી વધવા લાગી હતી. આ પછી 24 માર્ચે કિંમત સ્થિર રહી હતી. પરંતુ ત્યાર બાદ તેલની કિંમતો સતત વધી રહી છે.