પેપ્સીકોએ બટાકાની વિશેષ જાતિ ઉગાડવા મામલે ગુજરાતના 4 ખેડૂતો સામે સમજૂતીનો પ્રસ્તાવ મુક્યો છે. પેપ્સીકો મુજબ આરોપી ખેડૂતોને કંપનીની રજિસ્ટર્ડ વેરાયટીવાળા બટાકા ઉગાડ્યા. પેપ્સીકોએ વિવાદિત વેરાયટી પર પ્લાંટ વેરાયટી પ્રોટેક્શન રાઈટ્સ હોવાનો દાવો કર્યો છે. આ મામલે તેણે સાબરકાંઠા અને અરાવલ્લી જીલ્લાના 9 ખેડૂતો વિરુદ્ધ કેસ કર્યો હતો.
ખેડૂતોના વકીલે કહ્યુ - પેપ્સીકોના પ્રસ્તાવ પર ચર્ચા કરીશુ. આ મામલે શુક્રવારે કોમર્શિયલ કોર્ટમાં સુનાવણી થઈ. પેપ્સીકોએ કહ્યુ કે ખેડૂત જો આ અંડરટેકિંગ આપે કે વિશેષ પ્રકારના બીજ કંપની પાસેથી ખરીદે અને પછી કંપનીને જ બટાકા વેચશ તો આ સમજૂતી માટે તે તૈયાર છે. કંપનીએ ચારે ખેડૂતો પર 1-1 કરોડ રૂપિયાનો દાવો કર્યો છે.