પેટીએમ યુઝર્સ હવે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે કોવિડ-19 વેક્સિન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે
ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (10:00 IST)
ગ્રાહકો અને વેપારીઓ માટેની ભારતની અગ્રણી ડીજીટલ વ્યવસ્થા પેટીએમ (જેની માલિકી One97 Communications Limited છે) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે તેના મિની એપ્પ સ્ટોર પરના કોવિડ-19 વેક્સિન ફાઈન્ડર મારફતે પેટીએમ એપ્પ વડે આંતરરાષ્ટ્રિય પ્રવાસ માટે સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકાશે.
આ સગવડને કારણે યુઝર્સ તેમની પાસપોર્ટ ડિટેઈલ અપડેટ કરીને WHO-DDCC: VS કોમ્પ્લાયન્ટ વેક્સિન સર્ટિફિકેટ અપડેટ કરી શકશે. દુનિયાભરના ઘણાં દેશોમાં હવે કોવેક્સિન અને કોવિશીલ્ડના સર્ટિફિકેટ સ્વિકારવામાં આવે છે. આમ છતાં પ્રવાસીઓને સૂચન કરવામાં આવે છે કે તેમણે પ્રવાસના કાર્યક્રમને આખરી ઓપ આપતાં પહેલાં ચોક્કસ દેશ અંગેની કોવિડ-19 માર્ગરેખાઓ તપાસી જવી.
આ વર્ષની શરૂઆતમાં રજૂ કરાયેલ પેટીએમનું કોવિડ-19 વેક્સિન ફાઈન્ડર યુઝર્સને રસી માટેનો સ્લોટ ઉપલબ્ધ છે કે નહીં તેની જાણકારી આપતું હતું. તેમાં પીનકોડ અથવા જીલ્લાને આધારે સ્લોટ શોધી શકાતો હતો અને આ ટુલ્સનો ઉપયોગ કરીને યુઝર્સ ડાયરેક્ટ સ્લોટનું બુકીંગ કરાવી શકતા હતા.
આ સુવિધા 11 ભાષાઓમાં 18 થી 45 વર્ષની વય ધરાવતા લોકો માટે ઉપલબ્ધ કરવામાં આવી હતી. યુઝર્સ પ્રથમ અથવા તો બીજો ડોઝ પસંદ કરીને રસીકરણ સંબંધિ તમામ પ્રકારની માહિતી પ્રાપ્ત કરીને ઉપલબ્ધ રસીનો પ્રકાર અને તેના માટે લાગુ થતો ચાર્જ જાણી શકતા હતા.
અત્યાર સુધીમાં યુઝર્સ દ્વારા કોવિડ-19 વેક્સિન ફાઈન્ડર મારફતે ભારતના 1400 શહેરોમાં 14,000 થી વધુ પીનકોડ પર 32 લાખથી વધુ વેક્સિન સ્લોટ બુક કરવામાં આવ્યા હતા અને રસીની ઉપલબ્ધિ અંગે 100 કરોડથી વધુ એલર્ટસ આપવામાં આવ્યા હતા. આ એપ્પ મારફતે 14 લાખથી વધુ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવામાં આવ્યા છે.
18 થી 45 વર્ષની વય જૂથના 85 ટકાથી વધુ યુઝર્સે આ પ્લેટફોર્મ પરથી માહિતી મેળવી હતી અને 40 ટકાથી વધુ લોકોએ સાંજના 4 વાગ્યા પછી રસીકરણ માટે બુકીંગ કરાવી લીધુ હતું.
પેટીએમના પ્રવક્તા જણાવે છે કે "અમે હંમેશા અમારા યુઝર્સ માટે સરળતા થાય તેવા પ્રયાસો કરીએ છીએ. આંતરરાષ્ટ્રિય પ્રવાસ માટેના સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાની સગવડ તે આ દિશાનું લેટેસ્ટ ફીચર્સ છે. વધુમાં યુઝર્સ તેમના પેટીએમના ડીજી લોકરમાં વેક્સિન સર્ટિફિકેટનો ઉમેરો કરી શકે છે. અમે જરૂરી ફીચર્સ અને સર્વિસ પૂરી પાડીને આપણાં દેશને મહામારી સામે સલામત બનાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ."
કોવિડ-19 વેક્સિન સ્લોટ ફાઈન્ડર એ કોવિડ-19 રાહતના પગલાંના ભાગરૂપે હાથ ધરવામાં આવેલા અમારા વિવિધ પ્રયાસોમાંનો એક પ્રયાસ છે. અમારી #OxygenForLife પહેલ હેઠળ પેટીએમ ફાઉન્ડેશને ઓક્સિજન કોન્સનટ્રેટર્સનું દાન કર્યું છે અને દેશની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટસ પણ સ્થાપવામાં આવી રહ્યા છે.