પોતાના ભાષણમાં જેટલીએ કહ્યુ હતુ કે એજ્યુકેશન સેસ (શિક્ષણ ઉપકર) સર્વિસ ટેક્સને 12.36 ટકાથી વધારીને 14 ટકા કરવાની યોજના બનાવાઈ છે. સર્વિસ ટેક્સ બધી સર્વિસ પર લગાડવામાં આવે છે. ફક્ત કેટલાકને છોડીને. મોંઘા થતા પેટ્રોલ અને ડીઝલની કિમંતોની સાથે સાથે હવે અન્ય જરૂરિયાતની સેવાઓ પણ મોંઘી થશે. એડવર્ટાઈઝિંગ, હવાઈ યાત્રા, મકાન બાંધવુ, આર્કિટેક્ટની સર્વિસેઝ, થોડા પ્રકારના નિર્માણ, ક્રેડિટ કાર્ડ, મેનેજમેંટ અને ટૂર ઓપરેટર કેટલીક મહત્વની સર્વિસેઝ છે જેના પર ટેક્સ લાગે છે.