ટ્રેનમાં જો તમારું RAC સ્ટેટસ છે તો કન્ફર્મ બર્થ નહી મળે

શનિવાર, 17 ડિસેમ્બર 2016 (12:15 IST)
રેલવેએ સર્કુલર રજુ કર્યુ છે કે તમારી રેલ ટિકિટનુ સ્ટેટસ જો  આરએસીમાં આવી જાય છે તો ભૂલી જાવ કે તમને કન્ફર્મ બર્થ મળશે.  કારણ કે રેલ મંત્રાલયે આરએસી ટિકિટવાળાને અડધી બર્થ પર મુસાફરી કરાવવાનો નિર્ણય કર્યો છે. પણ આ માટે તમારી પાસેથી પુષ્કળ પૈસા વસૂલવામાં આવશે. 
 
વધશે મુસાફરોની મુશ્કેલી 
 
પોતાના સર્કુલરમાં રેલવેએ આરએસી બર્થની સંખ્યામાં વધારો કર્યો છે. જેને તત્કાલ પ્રભાવથી લાગૂ પણ કરવામાં આવ્યો છે. રેલવેના આ નિર્ણયથી રેલવેના રાજસ્વમાં વધારો થઈ જશે. પણ મુસાફરોની પરેશાની વધવી નક્કી છે. કારણ કે આરએસીબર્થ પર દિવસમાં તો કોઈ પણ રીતે મુસાફરી કરી શકાય છે પણ રાત્રે અડધી સીટ પર સંકોચાઈને સૂઈ જવુ સરળ નથી. આમ તો એક બાજુ રેલ મંત્રાલય મુસાફરોને સુવિદ્યાઓ વધારવાનો દાવો કર છે તો બીજી બાજુ સતત એવા નિર્ણયો લઈ રહ્યુ છે જેનાથી રેલવે મુસાફરી સુખદ હોવાને બદલે મુશ્કેલ થતી જઈ રહી છે. દેખીતુ છે કે રેલ મુસાફરો માટે મંત્રાલયનો આ નિર્ણય ઘણો સારો બિલકુલ નથી. 
 
રેલવેની કમાણીમાં થશે વધારો 
 
રેલવેના ઓફિસરો મુજબ સાઈડની બર્થ આખી આરએસી કરવાથી રેલવેને એક વર્ષમાં લગભગ 1500 કરોડ રૂપિયાનો ફાયદો થઈ જશે.  તેનાથી જ્યા એક બાજુ વધુ મુસાફરો યાત્રા કરી શકશે તો બીજી બાજુ ખોટનો સામનો કરી રહેલ રેલવેની ખોટ થોડી ઘટશે. પણ મુસાફરોની સુવિદ્યાના હિસાબથી આ નિર્ણય ખૂબ સારો બિલકુલ કહી શકાય નહી. કારણ કે તમે પૈસા આખી બર્થના આપશો પણ મુસાફરી બેસીને કરશો. 

વેબદુનિયા પર વાંચો