સ્નેપડીલ વિરુદ્ધ એફઆઈઆર

શનિવાર, 2 મે 2015 (11:50 IST)
ઈ-કોમર્સ દિગ્ગજ સ્નૈપડીલને મહારાષ્ટ્ર એફડીએ તરફથી જોરદાર ફટકો પડ્યો છે. મહારાષ્ટ્ર એફડીએ પ્રિસક્રિપ્શન વગર દવા વેચવામા મામાલે સ્નેપડિલ અને તેના મેનેજમેંટ વિરુદ્ધ એફઆઈઆર કરવા જઈ રહી છે. સાથે જ ઓનલાઈન દવાઓ વેચવા મામલે બીજી વેબસાઈટની તપાસ પણ કરી રહી છે. 
 
મહારાષ્ટ્ર એફડીએ એ દવા ડ્રિસ્ટીબ્યુટ કરનારાઓ પણ પણ એફઆઈઆરનો આદેશ આપ્યો છે.  મહારાષ્ટ્રએ એપ્રિલમાં ઓફિસ અને ગોદામની તપાસ કરી હતી અને ચેતાવણી છતા સ્નૈપડીલલે દવાઓનું વેચાણ ચાલુ રાખ્યુ. તેથી મહારાષ્ટ્રે ઓનલાઈન દવાઓના વિચાણની તપાસ માટે સેલ બનાવ્યુ અને ડ્રગ કંટ્રોલર ડીજીસીઆઈને આદેશ આપવા માટે એલર્ટ કર્યા. 
 
ડ્રગ કંટ્રોલર ડીજીસીઆઈને ઈ-કોમર્સ કંપનીઓ પર કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યુ છે. ડ્રગ કંટ્રોલર ડીજીસીઆઈએ ઓનલાઈન દવાઓનું વેચાણ કરનારી 18-19 વેબસાઈટની તપાસ કરી. આ મામલે દોષી જોવા મળતા 3.5 વર્ષની સજાની જોગવાઈ છે.  

વેબદુનિયા પર વાંચો