ગત ચોમાસામાં ભારે વરસાદ અને મગફળીની અનુરૂપ વરસાદ વરસતા મગફળીના બમણાં ઉત્પાદન થયું હતું આમ છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો થયો હતો, પરંતુ આ દરમિયાન છેલ્લા એક મહિનામાં સીંગતેલના ભાવમાં ડબ્બાદીઠી 160 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. સરકાર તેલની કિમંતોમાં ઘટાડો કરવાનો પ્લાન બનાવી રહી છે. આયાત ટેક્સ 10 ટકા ઘટવાથી તેલની કિમંતોમાં હજુ વધુ રાહત મળી શકે છે.
કેન્દ્ર સરકારે ફૂડ પામતેલ પર લાગૂ આયાત જકાત એટકે કે બેઝિક કસ્ટમ ડ્યુટી 15 ટકા ઘટાડીને દસ ટકા કરી દીધી છે. આ જકાતમાં ઘટાડો 30 જૂનથી લાગુ થશે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. ગઈકાલે એક પરિપત્રમાં પામતેલ, આરબીડી પામોલિન અને આરબીડી પામ સ્ટીયરિન ને ક્રૂડ પાતેલ ઉપરાંત અન્ય પામતેલ પર જકાત પણ 45 ટકાથી ઘટાડીને 37.5 ટકા કરી દીધી છે.