એટીએમમાંથી નીકળવા માંડ્યા 50ના પણ નોટ

શુક્રવાર, 25 સપ્ટેમ્બર 2015 (11:40 IST)
. જરૂર ન હોય તો પણ હવે લોકોને એટીએમમાંથી જબરજસ્તી 500 રૂપિયા નહી કાઢવા પડે. આવનારા કેટલાક સમયમાં જ વિવિધ બેંકોના એટીએમમાંથી લોકોને 500 રૂપિયા અને 100 રૂપિયાની સાથે 50 રૂપિયાની નોટ પણ મળશે.  બૈંકિંગ સૂત્રોનુ કહેવુ છે કે વિવિધ બેંકોના એટીએમમાં ફક્ત 500 રૂપિયાની નોટ હોવાને કારણે ગ્રાહકોને ખૂબ પરેશાની થાય છે. 
 
જરૂર ન હોવા છતા  પણ તેમને બેંકમાંથી વધુ પૈસા કાઢવા પડે છે. આરબીઆઈએ બેંકોને કહ્યુ કે લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા એટીએમમા 50ના નોટ પણ નાખવામાં આવે. જેથી ગ્રાહકોને નાના નોટ પણ મળી શકે. 
 
આરબીઆઈએ સામાન્ય લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા બેંકોને આદેશ આપ્યો છે કે એટીએમમાં હવે બે પ્રકારની નોટ રાખવી જરૂરી છે. જો એટીએમમાં 500 રૂપિયાની નોટ રાખવામાં આવે છે તો તેમા 100 રૂપિયાના નોટ હોવા જોઈએ.  આ જ રીતે 100 રૂપિયાના નોટ છે તો તેમા 50 રૂપિયાના નોટ પણ હોવા જોઈએ. 
 
સૂત્રોમુજબ આરબીઆઈની સલાહ પર કેટલીક બેંકોએ પોતાના એટીએમમાં 50 રૂપિયાના નોટ નાખવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.  50 રૂપિયાના નોટ સાથે જોડાયેલ સુવિદ્યા હાલ રાયપુર સ્થિત એસબીઆઈ એટીએમમાં શરૂ કરવામાં આવી છે.  અધિકારીઓનુ કહેવુ છે કે આવનારા દિવસોમાં અન્ય બેંકોમાં પણ આ સુવિદ્યા શરૂ થઈ જશે. 
 
આ માટે બેંકોએ એટીએમમા નોટ નાખવાની સિસ્ટમમાં થોડો ફેરફાર કરવો  પડશે. તેમા થોડો સમય લાગી શકે છે. બેંકોના મુજબ આરબીઆઈના આદેશ હેઠળ એટીએમમા બે મૂલ્યવર્ગના નોટ મુકવા જરૂરી હોય છે. જેવા 1000 સાથે 500 અને 500 સાથે 100 રૂપિયાની નોટ રાખવી જરૂરી હોય છે. હવે બેંકોને 100 રૂપિયા નોટ રાખવી જરૂરી હોય છે. હવે બેંકોને 100 રૂપિયા સાથે 50 રૂપિયાની નોટ મુકવી પડશે. 
 
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2013માં આરબીઆઈએ બેંકોને એટીએમમાં 10 20 અને 50 રૂપિયાની નોટ પણ નાખવા કહ્યુ હતુ. પણ બેંકોએ આના પર આપત્તિ બતાવી હતી. બેંકોનું કહેવુ  હતુ કે આવુ કરવુ શક્ય નહી રહે. 

વેબદુનિયા પર વાંચો