વડાપ્રધાનનું વિઝન અમદાવાદમાં મેટ્રોને લઈને હતું તયારે નવરાત્રીમાં સપ્ટેમ્બરમાં નવરાત્રી આસપાસ આ ટ્રેન શરુ થવા જઈ રહી છે ત્યારે સૌ કોઈને એ સવાલ થઈ રહ્યો છે કે, મેટ્રોનું ભાડું 5 રુપિયા શરુ કરીને મહત્તમ મેટ્રોનું ભાડું 25 રુપિયા સુધી રહેશે. દરેક સ્ટેશન વધતા ટિકિટના દરમાં 5 રુપિયાનો વધારો થશે. મેટ્રોનું ભાડું રૂ.5, 10,15, 20 અને 25 રહેશે. બંને કોરિડોરના 40 કિલોમીટરના રૂટ માટે 32 મેટ્રો ટ્રેન દોડાવાશે.
કોરિડોર-1 APMCથી મોટેરા સ્ટેડિયમ અને જ્યારે કોરિડોર-2 થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધીનો હશે. કોરિડોર-1માં જીવરાજ પાર્ક, રાજીવનગર,શ્રેયસ, પાલડી, ગાંધીગ્રામ, જૂની હાઈકોર્ટ, ઉસ્માનપુરા, વિજયનગર, વાડજ, રાણીપ, સાબરમતી રેલવે સ્ટેશન, AEC, સાબરમતી અને મોટેરમાં સ્ટેશન હશે.
જ્યારે કોરિડોર-2માં થલતેજ ગામ, થલતેજ, દૂરદર્શન કેન્દ્ર, ગુરુકલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, એસ.પી.સ્ટેડિયમ, જૂની હાઈકોર્ટ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર મેટ્રો સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપરલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રોડરોડ, વસ્ત્રાલ ગામથી પસાર થશે.