સ્વીફટ કારનું ઉત્પાદન ગુજરાતમાં થશે

ગુરુવાર, 23 જૂન 2016 (11:59 IST)
મારુતિ સુઝુકી ઈન્ડિયા પોતાની પ્રીમિયમ હેચબેક મોડલ બલેનો અને સ્વિફ્ટ કારના નવા વર્ઝનની ઉત્પાદન ગુજરાતના પ્લાન્ટમાં કરશે. કંપની ઉત્તર ગુજરાતના મહેસાણામાં આવેલા પ્લાન્ટમાં જાન્યુઆરી ૨૦૧૭માં ઉત્પાદન શરુ કરશે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, કંપની આશરે ૮૫૦૦૦ બલેનોનું ઉત્પાદન આ પ્લાન્ટમાં કરશે. જેમાં અડધી ૧.૩ લીટર ડિઝલ કાર અને બાકીની બંને પેટ્રોલ અને ડિઝલ બન્ને હશે. વર્ષ ૨૦૧૮માં મારુતિનું બીજુ મોડલ સ્વિફ્ટ ડિઝાયર પણ આજ પ્લેટફોર્મ ઉપર તૈયાર કરવામાં આવશે.

મારુતિ સુઝુકી અત્યારે આ કારનું ઉત્પાદન હરિયાણાના માનેસર પ્લાનમાં કરી રહી છે. આ સ્થળાંતરથી સુઝુકીના ગુજરાત પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધશે. ગુજરાતનો મારુતિના પ્લાન્ટનું કામ ચાલી રહ્યુ છે જે ૨૦૧૭ સુધીમાં પુરુ થઈ જશે. પહેલી એસેમ્બલી લાઈન પરથી ૨,૫૦,૦૦૦ યુનિટ મેન્યુફેક્ટર થશે. માર્કેટની ડિમાન્ડ પ્રમાણે તેમાં ઉમેરો કરવામાં આવશે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના ચેરમેન આરસી ભાર્ગવના જણાવ્યા મુજબ ગુજરાતના પ્લાન્ટનું કામ ચાલી રહ્યુ છે જે આગામી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થઈ જશે અને પછી બલેનોનું ઉત્પાદન શરુ થશે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, બલેનોના ઉત્પાદનમાં અમે દરેક સંભવ પ્રયત્ન કરીશું. તેમણે જણાવ્યુ કે, તેમની પાસે બલેનો, એસ ક્રોસ, વિટારા અને બ્રેઝા જેવા મોડલો છે. આ બધી કારની આપૂર્તિ કરવા માટે રાહ જોવી પડે છે. કંપની પાસે બલેનો અને બ્રેઝા બંનેની ૪૫,૦૦૦-૪૫,૦૦૦ એડવાન્સ બુકિંગ થઈ ચુકી છે. બધી જ કાર માટે છથી આઠ મહિના સુધી રાહ જોવી પડે છે. કંપનીએ ગત વર્ષે બલેનોને માર્કેટમાં રજુ કરી હતી. કંપની બલેનોનું ઉત્પાદન બે કરતા પ્રતિ મહિને ૧૨,૦૦૦ યુનિક કર્યુ છે.

વેબદુનિયા પર વાંચો