હવે ઈંકમટેક્ષ વિભાગ કરોડપતિ ડિફોલ્ટરોનું નામ સાર્વજનિક કરશે

બુધવાર, 25 મે 2016 (12:03 IST)
આવકવેરા વિભાગે ચાલુ વર્ષના બધા શ્રેણીના એ કરદાતાઓના નામ સાર્વજનિક કરશે જેમના પર એક કરોડ રૂપિયાથી વધુ રાશિનો ટેક્સ બાકી છે. 
 
વિભાગે ગયા વર્ષે ટેક્સ ડિફોલ્ટરોનુ નમ મુખ્ય સમાચાર પત્રોમાં છાપવાનુ શરૂ કર્યુ છે. જેના હેઠળ અત્યાર સુધી દેશભરમાંથી આ પ્રકારના 67 ડિફોલ્ટરોનુ નામ તેમના એડ્રેસ, સંપર્ક અને પેન કાર્ડ સંખ્યા સાથે પ્રકાશિત કરવામાં આવ્યા છે. બીજી બાજુ કંપનીઓના મામલે શેરધારકોનુ નામ પણ છપાવ્યુ છે. 
 
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે અત્યાર સુધી આ કાર્યવાહી લગભગ 20-30 કરોડ રૂપિયાની ચૂક કરનારા ડિફૉલ્ટરો સુધી સીમિત હતી.  પણ નવી પહેલથી આ ડિફૉલ્ટરોના નામ પણ સામે આવશે જેને એક કરોડ રૂપિયાથી વધુ રાશિનો ટેક્સ ચુકવ્યો નથી. 
 
તેમણે કહ્યુ, '31 માર્ચ સુધી એક કરોડ રૂપિયા કે તેના વધુ રકમનો ટેક્સ બાકીવાળા બધા શ્રેણીના કરદાતઓના નામ પ્રકાશિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યોછે. જેમા વ્યક્તિગત અને કાર્પોરેટ કરદાતાઓનો સમાવેશ છે. અધિકારીએ કહ્યુ આ નામ આવતા વર્ષે 32 જુલાઈ પહેલા પ્રકાશિત કરવામાં આવશે.  

વેબદુનિયા પર વાંચો