સર્વિસ ચાર્જમાં પણ લાંબા સમયથી મળી રહી છે છૂટ
IRCTC પહેલાથી જ ઓનલાઈન રેલ ટિકિટ બુકિંગમાં ટ્રેન મુસાફરોને સર્વિસ ચાર્જમાં છૂટ આપી રહી છે. જો કે તેનાથી આઈઆરસીટીસીને ભારે નુકશાન ઉઠાવવુ પડી રહ્યુ છે. આ નુકશાનની ભરપાઈ નાણાકીય મંત્રી વર્ષ 2018-19 માટે ઓનલાઈન રેલ ટિકિટ બુકિંગ પોર્ટલને 120 કરોડ રૂપિયા આપશે. એક સરકારી અધિકારીએ કહ્યુ કે જ્યા સુધી IRCTC રેલવે ઈ ટિકિટ પર સર્વિસ ચાર્જમાંથી છૂટ આપશે ત્યા સુધી તેને સરકાર તરફથી ભરપાઈ મળતી રહેશે.