રાજકોટ,11 ફેબુઆરીથી યોજાશે ટ્રેડ શો

શનિવાર, 23 જાન્યુઆરી 2016 (14:49 IST)
ઓટો પાટ્‌ર્સ, બિલ્ડીંગ મટિરિયલ્સનાં પ્રોડક્શન, કિચનવેર, ઈમિટેશન જ્વલરીમાં સૌરાષ્ટ્રનુ બબ ગણાતા રાજકોટમાં ચાલુ મહિને ૮ થી ૧૧ જાન્યુઆરી દરમિયાન યોજાયેલ વાઈબ્રન્ટ સમિત એન્ડ એક્સપો-૨૦૧૬માં મળેલ પ્રતિસાદ બાદ રાજકોટ વધુ એક ઈવેન્ટનુ સાક્ષી બનવા જઈ રહ્યુ છે. જે મુજબ રાજકોટમાં આગામી ૧૧ ફેબ્રુઆરીનાં રોજ પાંચ દિવસનો ઈન્ટરનેશનલ ટ્રેડ શો યોજાશે.
 
ઈન્ટરનેશનલ ટ્રેડ શો અંગે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળનાં પ્રમુખ પરાગ તેજુરાએ જણાવ્યુ હતુ કે રાજકોટમાં ૧૧મી ફેબ્રુઆરીથી શરૂ થનારા પાંચ દિવસીય ટ્રેડ શોમાં ૨૫ દેશનાં ૨૦૦ ડેલિગેટ્‌સ ભાગ લેશે. આ ટ્રેડ શો થી રાષ્ટ્ર-કચ્છના મેન્યુફેક્ચરર્સને તેમને પ્રોડક્ટસ્‌ આફ્રિકન દેશોમાં એકસપોર્ટ કરવામાં મદદ મળશે. સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળનાં જણાવ્યા મુજબ હાલ જે રીતે કામગીરી થઈ છે તે જોતા સૌરાષ્ટ્ર કચ્છમાંછી દર વર્શે એક્સપોર્ટમાં હજારો રૂપિયાનો વધારો થઈ શકે તેમ છે. ભવિષ્યને જોતાં સૌરાષ્ટ્ર અને કચ્છનો એક્સપોર્ટ બિઝનેશ ૨૦ ટકા કરતા પણ વધારે ગ્રોથ રેટ સાથે વિકાસ કરી શકે તેમ છે. 
 
તાજેતરમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના પ્રતિનીધિ મંડળે બ્રિટનના ડેપ્યુટી હાઇ કમિશનર જ્યોફ વેન સાથે રાજકોટમાં મુલાકાત લઇને યુકેમાં વેપારની તકો વિશે ચર્ચા કરી હતી.
 
સૌરાષ્ટ્ર ના ઉદ્યોગ મશીનરી, ખેતીના સાધનો, જેતપુરના કાપડ ઉદ્યોગ, મોરબીના સિરામિક ઉદ્યોગ, સોલાર, મેડીકલ, કોમોડીટી, કિચનવેર, ઇમિટેશન, જવેલરી વગેરે ઉત્પા દકનોની મોટી માંગ જયારે સેવા ક્ષેત્રમાં એજયુકેશન, આઇટી અને મેડીકલ ટુરીઝમ માટે મોટી શકયતાઓ છે.
 
આ પાંચ દિવસનાં આ ટ્રેડ શોમાં ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોનાં ગવર્નર પણ હાજર રહેવાનાં છે. તેમણે ગુજરાતમાં જે રીતે માર્કેટ યાર્ડ અને કોમોડિટી બજાર આફ્રીકન દેશોમાં વિકસાવવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે.
 
આ ઉપરાંત આ પાંચ દિવસીય ટ્રેડ શો દરમિયાન વિવિધ દેશોનાં પ્રતિનિધીમંડળ સૌરાષ્ટ્ર અને કચ્છનાં મેન્યુફેક્ચરીંગ એક્સપર્ટર્સને મળશે, તેમની પ્રોડક્ટ જોશે, મીટિંગ કરશે અને યોગ્ય લાગશે તો ફેક્ટરી વિઝિટ પણ કરશે. જે બાદ તેઓ સ્વદેશ પરત ફરીને આ મુદ્દે આગળ વધવુ કે નહી તેનો નિર્ણય લેશે.  આ અંગે પરાગ તેજુરાએ જણાવ્યુ હતુ કે આફ્રિકન દેશોમાં૧ કરોડ લો કોસ્ટ હાઉસિંગનુ નિર્માણ કરવાનુ છે. જે માટે ૮૦૦ કરોડ ફુટ લાદી વપરાશે. તેથી આ માટેનુ માર્કેટ રાજકોટ, મોરબી અને હિમ્મતનગરમાં છે. ટ્રેડ શો દ્વારા સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા એકમો ઉપરોક્ત તકનો મહત્તમ લાભ કઈ રીતે લઈ શેકે છે તે જોવાનુ રહ્યુ.

વેબદુનિયા પર વાંચો