કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ રજુ કર્યુ છે. મોટી વાત એ છેકે બજેટમા સામાન્ય જનતાને ટેક્સમાં કોઈ મોટી રાહત મળી નથી. બજેટમાં વર્તમાન ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. નિર્મલા સીતારમણે કહ્યુ છે કે વરિષ્ઠ નાગરિકોને ટેક્સમાં રાહત આપવામાં આવશે. 75ની વય પાર કરી ચુકેલા નાગરિકોએન હવે આઈટીઆર્ભરવાની જરૂર નથી. મતલબ હવે તેમને ઈનકમ ટેક્સ નહી ભરવો પડે.
ઉલ્લેખનીય છે કે કોઈની સેલરી કે ઈનકમ 2.5 લાખ રૂપિયા છે તો તેને સરકાર દ્વારા કર મુક્ત રાખવામાં આવ્યુ છે. આ જૂના અને નવા બંને સિસ્ટમમાં એક સમાન છે. બીજી બાજુ 2.5 લાખ રૂપિયાથી 5 લાખ સુધીની આવક પર પહેલાની જેમ 5 ટકા ટેક્સ લગાવાશે. બીજી બાજુ જે લોકોની આવક 5 લાખ રૂપિયાથી 7.5 લાખ રૂપિયા સુધી છે. તેમના પર 10 ટકા ટેક્સ લગાવાશે. જેની ઈનકમ 7.5 લાખથી 10 લાખ રૂપિયા સુધી છે. તેમને 15 ટકા ટેક્સ ચુકવવો પડશે.
15 લાખથી વધુની કમાણી પર 30 ટકા છે ટેક્સ
જે લોકો વાર્ષિક 10 વર્ષથી 12.5 લાખ રૂપિયા કમાવે છે તેમને 20 ટકા ટેક્સ ચુકવવો પડશે. 12.5 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયાની ઈનકમ પર સરકાર દ્વારા 25 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે. અને જેમની આવક 15 લાખ રૂપિયાથી વધુ છે તેમને 30 ટકા ટેક્સ લગાવાયો છે.