IBPS.in, IBPS Clerk 2018 - બેંકોમાં 7000થી વધુ ભરતી માટે રજિસ્ટ્રેશન શરૂ, આ રીતે કરો અરજી
મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (17:57 IST)
IBPS Clerk Recruitment 2018: આઈબીપીએસ (Institute of Banking Personnel Selection - IBPS) કલર્ક ભરતી 2018 (CRP CLERKS-VIII)માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બેકિંગ કાર્મિક પસંદગી સંસ્થાન(આઈબીપીએસ) એ કલર્કના પદ પર 7275 વેકેંસી કાઢી છે. આ વર્ષે કુલ 19 રાષ્ટ્રીયકૃત બેંક આ ભરતી સાથે જોડાશે. ઓનલાઈન અરજીની અંતિમ તારીખ 10 ઓક્ટોબર 2018 છે. ઈચ્છુક ઉમેદવાર www.ibps.in પર જઈને ઓનલાઈન આવેદન કરી શકે છે.
કોઈપણ વિષ્યમાં ગ્રેજ્યુએટ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરી શકે છે. વયની ન્યૂનતમ સીમા 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. એસસી/એસટી ઉમેદવારને આયુમાં 5 વર્ષ અને ઓબીસીને ત્રણ વર્ષની છૂટ આપવામાં આવશે. આયુની ગણતરી 01 સપ્ટેમ્બર 2018થી કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારોની પસંદગી પ્રીલિમિનેરી અને મેન્સ એક્ઝામમાં પ્રદર્શનના આધાર પર થશે. પ્રીલિમ્સ એક્ઝામ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં આયોજીત થશે.