6.25 ટકા થયો રેપો રેટ
જૂન 2023 પછી આજે પહેલીવાર રેપો રેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે તેને 6.50 ટકાથી ઘટાડીને 6.25 ટકા કરવામાં આવ્યો છે. આજે, એટલે કે 7 ફેબ્રુઆરી, આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વમાં 5 ફેબ્રુઆરીએ શરૂ થયેલી નાણાકીય નીતિ સમિતિની બેઠકનો છેલ્લો દિવસ હતો. 3 દિવસ સુધી ચાલેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં રેપો રેટ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. શુક્રવારે બેઠક સમાપ્ત થયા પછી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી. તમને જણાવી દઈએ કે RBI એ છેલ્લે મે 2020 માં વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. તે સમયે, કોવિડ દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે RBI એ રેપો રેટમાં 0.40 ટકા (40 બેસિસ પોઈન્ટ)નો ઘટાડો કર્યો હતો.