પેટ્રોલિયમ પદાર્થોના ઝડપથી વધતા ભાવ વચ્ચે રાહતના સમાચાર છે. પેટ્રોલ, ડીઝલ, પ્રાકૃતિક ગેસ અને એવિએશન ટર્બાઈન ફ્યુલ (એટીએફ) જેવા પેટ્રોલિયમ પદાર્થ જીએસટીના દાયરામાં લાવી શકાય છે. નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળા જીએસટી મંત્રી સમૂહ આ અઠવાડિયે શુક્રવારે પેટ્રોલિયમ પદાર્થોના એક દેશ-એક ભાવના પ્રસ્તાવ પર ચર્ચા કરશે. આ દિવસે જીએસટી કાઉંસિલની 45મી બેઠક પણ છે.
જીએસટી પછી સેસ શક્ય, પણ ફાયદો જ થશે
જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવે તો સેસ લાગવો નક્કી છે. જો કે તેમ છતા પણ પ્રભાવી દર વર્તમાન ટેક્સ કરતા ઓછો રહેવાનુ અનુમાન છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પર પણ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવી શરૂ થશે.