તહેવારો પહેલાં થોડા રાહતના સમાચાર, જાણો ખાદ્યતેલના ભાવમાં થયો આટલો ઘટાડો

ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (14:20 IST)
ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ પેટ્રોલ અને ડિઝલની કિંમતને જાણે આગ લાગી છે. દિવસે ને દિવસે પેટ્રોલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના લીધે સામાન્ય જનતાના ખિસ્સા ખાલી થઇ રહ્યા છે. પેટ્રોલનો ભાવ આજે અમદાવાદમાં ૧૦૪ ની આસપાસ પહોંચી ગયો છે.
 
દરરોજ સરેરાશ પેટ્રોલની કિંમતમાં ૦.૧૦ પૈસાથી માંડીને ૦.૫૦ પૈસા સુધીનો વધારો થઇ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ ડિઝલના ભાવ ઓછા હોય તેમ ખાદ્યતેલની કિંમતોમાં પણ ભારે વધારો થઇ રહ્યો છે. ખાદ્યતેલની કિંમતોમાં ભડકો થયો છે. ખાદ્યતેલની કિંમતોમાં મગફળી અને કપાસના ઓછા ઉત્પાદનના કારણે ખાદ્યતેલની કિંમતોમાં ભારે વધારો થયો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, કપાસીયા તેલમાં કપાસિયા જ્યારે સિંગતેલમાં ભાવ વધારાના કારણે સામાન્ય માણસ માટે પડતા પર પાટુ જેવી સ્થિતિ થઇ છે. જેના કારણે હાલ તો ગૃહીણીનું બજેટ સંપુર્ણ રીતે ખોરવાઇ ગયું છે. સામાન્ય માણસ માટે મહિનો પુરો કરવા માટે એક સાંધો ત્યાં તેર તુટે તેવી થઇ છે. જો કે દિવાળી પહેલા મધ્યમવર્ગ માટે પ્રમાણમાં રાહતના સમાચાર આવ્યા છે.
 
જ્યારે ચારે બાજુથી માત્ર ભાવ વધારાના જ સમાચાર આવી રહ્યા છે તેવામાં ખાદ્યતેલની કિંમતમાં આંશિક રાહતના સમાચાર છે. દિવાળી પહેલા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. આજે સિંગતેલ અને કપાસિયા તેલમાં રૂ.૧૦નો ઘટાડો થયો છે.
 
સિંગતેલના નવા ડબ્બાનો ભાવ ૨૩૬૦ થી ૨૩૯૦ રૂપિયા હશે. કપાસિયા તેલના નવા ડબ્બાનો ભબ ૨૨૯૦ થી ૨૩૨૦ રૂપિયા થયો છે. સ્થાનિક બજારમાં મગફળી અને કપાસનો સારી આવક રહેતા ખાદ્યતેલના ભાવ ઘટ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર