દેશમાં સતત બીજા દિવસે ઘણી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની કીમતમાં વધારો કર્યુ છે. બંનેના ભાવમાં પ્રતિ લિટર 35-35 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા શહેરોમાં પેટ્રોલ 120 રૂપિયાને પાર કરી ગયું છે. આ મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ 6.65 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 7.25 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે.
મધ્યપ્રદેશના અનુપપુર, રાજસ્થાનના શ્રી ગંગાનગર સહિત અનેક શહેરોમાં પેટ્રોલ 120ને પાર પહોંચી ગયું છે. રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પેટ્રોલ બાદ ડીઝલ પણ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે.