ગૂગલમાં કામ કરે છે 200 બકરીઓ, સેલેરી સાથે મળે છે અન્ય સુવિદ્યાઓ

મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (13:12 IST)
શુ તમે જાણો છો કે દુનિયાની સૌથી મોટી સર્ચ એંજિન કંપની ગૂગલમાં બકરીઓ પણ કામ કરે છે. જી હા આ સત્ય છે. કંપનીએ લગભગ 200 બકરીઓને કર્મચારીના રૂપમાં કામ પર મુક્યા છે. અમેરિકા સ્થિત ગૂગલના માઉંટેન વ્યૂ મુખ્યાલયમાં આ બકરીઓને રીતસર સેલેરી સાથે અન્ય સુવિદ્યાઓ પણ આપવામાં આવે છે. આ બકરીઓ કોઈ સોફ્ટવેયર પર કામ નથી કરતી પણ ઓફિસની મેદાનની ઘાસ ચરે છે. 
 
ગૂગલ પોતાની ઓફિસની લૉનમાં ઘાસ કાપવા માટે મશીનનો પ્રયોગ નથી કરતી. કારણ કે આનાથી નીકળનારા ધુમાડા અને અવાજથી ઓફિસમાં ઈનોવેશનના કામ કરી રહેલ કર્મચારીઓને મુશ્કેલી થાય છે. 
 
અઠવાડિયામાં એક વાર આ બકરીઓ ગૂગલ ઓફિસના મેદાનની ઘાસ ચરે છે. આવુ કરવાથી ઘાસની ટ્રિમિંગ સાથે બકરીઓનુ પેટ પણ ભરાય જાય છે. ખુદ ગૂગલે પોતાના બ્લોગ પર બકરીઓને કામ આપવાની વાત કરી છે. 
 
લગભગ 200 બકરીઓ નિયમિત રૂપે ગૂગલના મેદાનમાં છોડવામાં આવે છે. તે થોડાક જ કલાકમાં ઘાસને સાફ કરી નાખે છે. જો કે બકરીઓ ફક્ત ઘાસ ચરે અને ઓફિસમાં ન ઘુસી જાય એ માટે બકરીઓને લાવનાર ચરવૈયાને  વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી છે. 

વેબદુનિયા પર વાંચો