એક વર્ષમાં સોના-ચાંદીમાં આવી મંદી, મૂડી રોકાણની દ્રષ્ટિએ નેગેટિવ રિટર્ન

મંગળવાર, 10 ઑગસ્ટ 2021 (12:47 IST)
સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં ભારે ઘટાડો નોંધાયો છે. એક વર્ષમાં 9 હજાર 600 રૂપિયા સસ્તું થયું છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં કોરોનાના કેસો જ્યારે વધુ આવી રહ્યા હતા ત્યારે સોનાનો 10 ગ્રામદીઠ ભાવ પણ  58 હજાર અને ચાંદીનો કિલોદીઠ ભાવ 73 હજારની સર્વોચ્ચ સપાટીએ સ્પર્શી ગયા હતા. પરંતુ છેલ્લા એક વર્ષમાં સોનું તેની સર્વોચ્ચ સપાટીથી 9 હજાર 600 એટલે કે 20 ટકા સસ્તું થઇને 48 હજાર 400 અને ચાંદી 17 હજાર 500 એટલે કે 26 ટકા સસ્તી થઇ 65 હજાર 500ની સપાટી સુધી નીચે ઉતરી ગયા છે.
 
સોના-ચાંદી અને શેરબજારોની ચાલ એકબીજાથી વિપરીત રહેતી હોય છે. એ માન્યતા છેલ્લા એક વર્ષ માટે સાચી હોય એમ બીએસઇ સેન્સેક્સ છેલ્લા એક વર્ષ દરમિયાન 16,362 પોઇન્ટના ઉછાળા સાથે 54,402 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ 43.05 ટકા વધી ગયો છે. 7 ઓગસ્ટ-2020ના રોજ સોનું રૂ. 58,000 અને ચાંદી રૂ. 73,000ની ટોચે રમતાં હતાં ત્યારે સેન્સેક્સ 38,041 પોઇન્ટની સપાટીએ હતો, પરંતુ છેલ્લા એક વર્ષમાં સોના-ચાંદીમાં મંદીની સામે જ્યારે શેરબજારોમાં એનાથી વિપરીત તેજીની ચાલ જોવા મળી છે
 
છેલ્લા એક વર્ષમાં સોના-ચાંદીમાં મંદીની સામે જ્યારે શેરબજારોમાં એનાથી વિપરીત તેજીની ચાલ જોવા મળી છે. ટૂંકમાં છેલ્લા એક વર્ષ દરમિયાન મૂડીરોકાણની દૃષ્ટિએ સોના-ચાંદીમાં નેગિટિવ, જ્યારે શેરબજારોમાં પોઝિટિવ રિટર્ન જોવા મળ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર