સોનુ ગબડ્યુ, ડોલરમાં મજબૂતી

સોમવાર, 20 જુલાઈ 2015 (11:58 IST)
આંતરરાષ્ટ્રીય મુદ્રાઓની સામે ડોલરમાં આવેલ મજબૂતીથી સોમવારે સોનાની કિમંતમાં 4 ટકાનો ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ પર સોનની કિમંતમાં છેલ્લા પાંચ વર્ષમાં પહેલીવાર અટલો મોટો ઘટાડો નોંધાયો છે. સોનાની સાથે જ પ્લેટિનમની કિમંતોમાં પણ 5 ટકાનો ઘટાદો નોંધાયો છે. 
 
કેમ ઘટી સોનાની કિમંત 
 
ઉલ્લેખનીય છે કે અમેરિકી બજારમાં આ વાતની આશા વધી ગઈ છે. કે આ વર્ષના અંત સુધી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં વધારો કરી દેશે. ગયા અઠવાડિયે ફેડરલ રિઝર્વની ચેયરમેન જૈનેટ યેલેને અમેરિકી સંસદને જણાવ્યુ કે જો આવનારા સમયમાં અમેરિકાની આર્થિક રિકવરી આશા મુજબ રહે છે તો વર્ષના અંત સુધી એ વ્યાજ દરોને વધારવાનુ પગલુ ઉઠાવી લેશે.  જેના કારણે સોનાનો સૌથી મોટો ખરીદદાર ચીન જે કે સામાન્ય રીતે કિમંતો ગબડવાથી સોનાની ખરીદી કરે છે એ પોતાના સ્ટોકને ઓછુ કરવુ શઓરો કરી દીધુ છે. મળી રહેલ તાજા આંકડા મુજબ શુક્રવારે 27000 લોટ્સની તુલનામાં સોમવારે શંઘાઈ ગોલ્ડ એક્સચેંજ લગભગ 9,00,000 લોટ્સ સોનાનુ વેચાણ થયુ છે. 
 
સોનુ અને પ્લૈટિનમમાં વેચવાલી ચાલુ 
 
સોનુ અને પ્લેટિનમની કિમંતોમાં ઘટાડાના વલણથી વિશ્વ સ્તર પર રોકાણકાર અમેરિકી ડોલરને મજબૂત થવાની આશા લગાવેલ છે. જેથી એ બંને મોંઘા મેટલ્સથી પોતાનુ રોકાણ સુરક્ષિત કરવા માટે વેચવાલી કરી રહ્યા છે.  
 
આજનું બજાર 
 
એમસીએક્સ પર સોમવારે સોનુ 25 હજારના સ્તરથી નીચે ખુલ્યુ છે. આ સાથે જ ચાંદીમાં 34 હજાર રૂપિયાથી નીચે શરૂઆત થઈ છે. સવારના વેપારમાં  એમસીએક્સ પર સોનામાં 2%નો ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ ચાંદીમાં પણ લગભગ 1.76%નો ઘટાદો જોવા મળી રહ્યો છે. બીજી બાજુ કોમેક્સ પર સોનના ભાવ 1105 ડોલર પ્રતિ ઔસની નીચે વેપાર કરી રહ્યા છે અને ચાંદી 1.5 ટકા તૂટીને 14.6 ડોલર પ્રતિ ઔસના સ્તર પર છે. 

વેબદુનિયા પર વાંચો