Facebook પછી હવે અમેરિકાના રોકાણ સાથે જોડાયેલ મોટી આઈટી કંપની General Atlantic એ Reliance Industries Limited (RIL) ની સહાયક Jio Platforms ની 1.34 ટકા ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે. અમેરિકન કંપની આ માટે 6,598.38 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. મુકેશ અંબાણીની કંપનીએ રવિવારે આ નિવેદન જાહેર કર્યું હતું. । General Atlantic નો આ કોઈપણ એશિયાઈ કંપનીમાં સૌથી મોટુ રોકાણ છે. Jio Platforms એ ચાર અઠવાડિયાથી પણ ઓછા અઠવાડિયામાં Facebook, Silver Lake Partners, Vista Equity Partners અને General Atlantic જેવી દિગ્ગજ કંપનીઓ પાસેથી 67,194.75 કરોડ રૂપિયા એકઠા કર્યા છે.
આ પહેલા ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 9.99 ટકા ભાગીદારી 43,574 કરોડ રૂપિયામાં ખરીદી હતી. સોદાના દિવસોમાં જ, વિશ્વના સૌથી મોટા ટેક રોકાણકાર સિલ્વર લેકએ જિયોનો 1.15% હિસ્સો 5,665.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તે જ સમયે, 8 મેના રોજ અમેરિકાના વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સએ 11,367 કરોડ રૂપિયામાં જિઓ પ્લેટફોર્મ્સમાં 2.32 ટકા ભાગ ખરીદવાની જાહેરાત કરી હતી.