પાકના ભાવથી લઈને કામકાજ સુધી ખેડૂતોની થઈ ચાંદી, મોદી સરકારે લીધા આ મોટા નિર્ણયો

શનિવાર, 14 સપ્ટેમ્બર 2024 (16:19 IST)
PM Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આની માહીતી આપી. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ કે નરેન્દ્ર મોદી ખેડૂતોના હિતેચ્છુ પ્રધાનમંત્રી છે. ખેતી અને ખેડૂત તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ખેડૂત ભાઈઓ-બહેનો તમારા હિતમાં મોદી સરકારે કેટલાક મોટા નિર્ણય લીધા છે. 
 
શિવરાજ સિહ ચૌહાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને માહિતી આપતા લખ્યુ ખેડૂતોના વિકાસ માટે પ્રતિબદ્ધ મોદી સરકારે રિફાઈન ઓઈલ માટે મૂળ કિમંત(બેસિક ડ્યુટી) ને 32.5 સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રિફાઈનરી તેલ માટે સરસવ, સૂરજમુખી અને મગફળીના પાકની માંગ વધશે. ખેડૂતોને આ પાકના સારા ભાવ મળશે. સાથે જ ના ના અને ગ્રામીણ  વિસ્તારોમાં રિફાઈનરીથી ત્યા રોજગારની તકો પણ વધશે. આ મહત્વપૂર્ણ નિર્ણય માટે પીએમ મોદીનો આભાર. 
 
નિકાસ ડ્યુટી 40% થી ઘટાડીને 20% કરવામાં આવી
 
આ સાથે ડુંગળીની નિકાસ ડ્યુટી પર પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, 'ખેડૂતોની પ્રગતિ માટે પ્રતિબદ્ધ મોદી સરકારે ડુંગળીની નિકાસ ડ્યૂટી 40 ટકાથી ઘટાડીને 20 ટકા કરી દીધી છે. નિકાસ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે ડુંગળી ઉત્પાદક ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળશે અને ડુંગળીની નિકાસ પણ વધશે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોની સાથે ડુંગળી સંબંધિત અન્ય ક્ષેત્રોને પણ સીધો લાભ મળશે.
 
શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું, 'ખેડૂત કલ્યાણ પ્રત્યે સંવેદનશીલ મોદી સરકારે બાસમતી ચોખા પર લઘુત્તમ નિકાસ ડ્યૂટી દૂર કરવાનો નિર્ણય લીધો છે. નિકાસ ડ્યુટી દૂર થવાથી બાસમતી ઉત્પાદક ખેડૂતોને તેમના ઉત્પાદનના વ્યાજબી ભાવ મળશે અને બાસમતી ચોખાની માંગ વધવાની સાથે નિકાસમાં પણ વધારો થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર