શિક્ષક દિન: ભારતની પ્રથમ 24 કલાક નોન-સ્ટોપ ફેસબુક લાઈવ કૂકીંગ સેશન

શનિવાર, 5 સપ્ટેમ્બર 2020 (11:18 IST)
ભારતની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ અમૂલ શિક્ષક દિનની ઉજવણીના ભાગ તરીકે તા. 5 સપ્ટેમ્બર, 2020ના રોજ બપોરના 2-00 વાગ્યાથી તા. 6 સપ્ટેમ્બરના રોજ બપોરના 2-00 વાગ્યા સુધી ભારતની  સૌ પ્રથમ 24 કલાક ચાલનારી નોન-સ્ટોપ કૂકીંગ સેશન રજૂ કરી રહી છે. 200 શેફ આ કાર્યક્રમમાં  જોડાશે અને દર ત્રીસ મિનીટે  3થી 4 શેફની એક ટીમ વાનગીઓ રજૂ કરશે અને તેમના ગુરૂઓ (શિક્ષકો) ને તે સમર્પિત કરશે. 
 
ફેસબુકની લાઈવ લીંકઃhttps://www.facebook.com/amul.coop/live
 
આ 24 કલાકની કૂકેથોનની રજૂઆત વર્લ્ડ એસોસિએશન ઓફ શેફ સોસાયટીના Chef થેમસ ગુગલર  મારફતે  તા. 5 સપ્ટેમ્બર, 2020 અને શનિવારના રોજ બપોરે 2.00 કલાકે કરાશે અને તેનુ સમાપન મિશલીન સ્ટાર શેફ સુવીર સરન દ્વારા રવિવાર તા. 6 સપ્ટેમ્બર, 2020ના રોજ બપોરે 2-00 કલાકે થશે. દર્શકોને  4 દેશના 26 શહેરોમાંથી લાઈવ રસોઈ કૌશલ્ય અને  ટીપ્સની જાણકારી મળશે અને સરળ હોમ મેઈડ રેસીપીની જાણકારી પ્રાપ્ત કરી શકશે. 
 
24 કલાકની આ લાઈવ કૂકીંગ મેરેથોન દરમ્યાન  1500થી વધુ દર્શકોને તેમના વાસ્તવિક જીવનના માનીતા શિક્ષકને અમૂલ ચોકલેટ  ફેસબુક લાઈવ સેશન દરમ્યાન ગીફટ કરવાની તક મળશે. અમૂલ દર્શકોમાંથી દર કલાકે ટોચના 60 દર્શકો ના સમર્પણ ને પસંદ કરશે અને તેમની તરફથી તેમના શિક્ષકને અમૂલ ચોકલેટનુ શુભેચ્છા પાઠવતુ  પેક મોકલી આપવામાં આવશે. 
 
અમૂલ તા. 17 એપ્રિલ, 2020થી શરૂ કરીને તેમની #SimpleHomeMadeRecipesઝુંબેશના ભાગ તરીકે દરરોજ 8 થી 12 લાઈવ કૂકીંગ સેશનનુ આયોજન કરીને  હોટેલ્સ અને રેસ્ટોરન્ટસના શેફને  તેમના ગ્રાહકોના ઘરે તેમની સાથે જોડી રહ્યુ છે. છેલ્લા 140 દિવસમાં 50 દેશના 2500થી વધુ શેફ તરફથી 1200થી વધુ સેશન પૂર્ણ કરવામાં આવી છે. અમૂલ છેલ્લા ચાર માસમાં દુનિયાભરના 85 કરોડથી વધુ ગ્રાહકો સાથે જોડાઈ શક્યુ છે અને કુલ 120 મિલિયન મિનીટની વ્યુઅરશિપ પ્રાપ્ત કરી છે અને દૈનિક સરેરાશ 1 કરોડ ફેસબુક યુઝર્સ સાથે જોડાઈ રહી છે. અમૂલની ફેસબુક લાઈવ કૂકીંગ સેશન તામિલ અને અરેબિકમાં  તેમની સ્થાનિક વાનગીઓ સાથે અનુક્રમે  અમૂલ તામિલનાડુ અને અમૂલ અરેબીયા ફેસબુક પેજ ઉપર ઉપલબ્ધ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર