મોટી ભાગીદારી માટે જિયો સાથે ડિલ, FBનું 43,574 કરોડ રૂપિયાનુ રોકાણ

બુધવાર, 22 એપ્રિલ 2020 (11:49 IST)
રિલાયંસ ઈંડસ્ટ્રીઝના જિયો પ્લેટફોર્મ્સ અને દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકની વચ્ચે એક મોટી ડીલ થઈ છે. ફેસબુકે જિયો પ્લેટફોર્મમાં 9.99 ઈંડસ્ટ્રીઝના જિયો પ્લેટફોર્મ અને દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગની  સાઇટ ફેસબુક વચ્ચે મોટો સોદો થયો છે. ફેસબુકે જિઓ પ્લેટફોર્મમાં 9.99% ની ભાગીદારી માટે 43,574 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી છે. આ મોટી ડીલ બાદ ફેસબુક હવે જિઓનો સૌથી મોટો શેરહોલ્ડર બની ગયો છે. ફેસબુક દ્વારા આ રોકાણ બાદ, જિઓ પ્લેટફોર્મ્સનું એન્ટરપ્રાઇઝ મૂલ્ય વધીને 4.62 લાખ કરોડ થઈ ગયું છે.
 
માઈનોરિટી ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ તે સૌથી મોટું વિદેશી સીધું રોકાણ (FDI) છે. બંને કંપનીઓની ભાગીદારીથી રોજગારની ઘણી તકો ઉભી થશે અને સાથે જ બિઝનેસ વધશે. 
 
ફેસબુકે કહ્યું, 'આ રોકાણ ભારત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જિયો ભારતમાં જે મોટુ પરિવર્તન લાવ્યુ છે તેનાથી અમે પણ ઉત્સાહિત છીએ.  4 વર્ષથી પણ ઓછા સમયમાં રિલાયંસ જિયો 38 કરોડથી વધુ ગ્રાહકોને ઓનલાઇન પ્લેટફોર્મ પર લઈને આવ્યુ છે. તેથી અમે Jio દ્વારા ભારતમાં પહેલા કરતા વધુ લોકો સાથે જોડાવા માટે પ્રતિબદ્ધ છીએ.' 
 
24 માર્ચે મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે ફેસબુક રિલાયન્સ જિઓમાં અનેક અરબ ડોલરનું રોકાણ કરવા પર વિચાર કરી રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુક 'અબજો ડોલર' નું રોકાણ કરીને રિલાયન્સ જિયોમાં 10 ટકા સુધીનો ભાગ લઈ શકે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર