યૂરોપિયન યૂનિયને ગૂગલને 5 અરબ ડોલરનો દંડ કર્યો, જાણો શુ છે કારણ

ગુરુવાર, 19 જુલાઈ 2018 (10:45 IST)
યૂરોપીય યૂનિયને ગૂગલ પર પોતાના સર્ચ એંજિનના  પ્રભુત્વને મજબૂત કરવા માટે ગેરકાયદેસર રીતે એંડ્રોયડ મોબાઈલ ડિવાઈસો દ્વારા પ્રયોગને લઈને બુધવારે રેકોર્ડ 4.34 અરબ યૂરો (5 અરબ ડોલર)નો દંડ લગાવ્યો છે. યુરોપિયન કમિશનના કહેવા પ્રમાણે, ગુગલે પોતાની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમની માર્કેટમાં પહોંચનો ખોટો ઉપયોગ કર્યો છે. 
 
યુરોપિયન કોમ્પિટિશન કમિશને ત્રણ વર્ષની તપાસ બાદ ગૂગલને દંડ કર્યો છે. કમિશને જણાવ્યું કે, ગૂગલ સર્ચ અને બીજા ડિવાઈસ પ્રી-ઈન્સ્ટોલ કરનાર મોબાઈલ કંપનીઓને ગૂગલ પૈસા આપે છે. તેણે એન્ડ્રોઈડ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ પર એકાધિકાર રાખ્યો છે. તેથી કંપનીઓ મોબાઈલ ઉપર ગૂગલ સર્ચ અને ગૂગલ ક્રોમ પહેલા ઈન્સ્ટોલ કરી દે છે. 
 
યુરોપિયન યુનિયન દ્વારા ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટને બિઝનેસ પ્રેક્ટિસમાં સુધારો કરવા ૯૦ દિવસની મુદત અપાઈ છે. આટલા દિવસમાં જો કંપની દ્વારા સુધારો કરવામાં નહીં આવે તો દરરોજ તેના ટર્નઓવરની પાંચ ટકા રકમ દંડ પેટે ફટકારવામાં આવશે.
 
નોંધનીય છે કે ગુગલ પર લગાવવામાં આવેલો આ દંડ કોઇ પણ કંપની પર લગાવવામાં આવેલો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે. એક રિપોર્ટ પ્રમાણે ગુગલના સીઇઓ સુંદર પિચાઇને આ નિર્ણય અંગે કંપટિશન કમીશન માગ્રેટ વેસ્ટજર અગાઉથી જ જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગુગલના એપ અગાઉથી જ ઇન્સ્ટોલ્ડ હોય છે અને અન્ય એપ્સ કંપનીઓ એ આરોપ લગાવતી આવી છે કે એવામાં યુઝર્સને ગુગલના જ એપ યુઝ કરવા પડે છે કારણ કે તે અગાઉથી જ સ્માર્ટફોનમાં હોય છે. એમ કરવાથી ગુગલ ના ફક્ત એપ યુઝ કરે છે પરંતુ પોતાની ટાર્ગેટ જાહેરખબરો પણ સેટ કરે છે.
 
યુરોપિયન યુનિયનની કમ્પટિશન ચીફ માર્ગેટ વેસ્ટૈઝરે કહ્યું કે, ગુગલે એન્ડ્રોઇડનો પોતાના સર્ચ એન્જિનની પહોંચ વધારવા માટે એક વ્હીકલ તરીકે ઉપયોગ કર્યો છે. આમ કરવાથી ગુગલે પોતાના પ્રતિસ્પર્ધીઓને ઇનોવેટ કરવા અને મેરિટના  હિસાબે ટક્કર આપતા રોકવાનું કામ કર્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર