Elon Musk Net Worth : ફરીથી દુનિયામાં સૌથી શ્રીમંત બન્યા એલન મસ્ક, શુ જાદુ કર્યો કે બે મહિનામાં કમાવી લીધા રૂ. 41,34,16,72,00,000
ટેસ્લાના શેરમાં ભારે ઘટાડો અને ટ્વિટર ટેકઓવર બાદ એલોન મસ્ક(Elon Musk) ની સંપત્તિમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સંપત્તિના મામલામાં જે મસ્કના દૂર દૂર સુધી કોઈ ન હતુ એ મસ્ક વિશ્વના અમીરોની યાદીમાં પ્રથમ સ્થાનેથી સરકી ગયા હતા. પણ સમય બદલાય છે. ટેસ્લાના શેરમાં માત્ર 2 મહિનામાં 90 ટકાનો ઉછાળો આવ્યો છે. જેને કારણે ઇલોન મસ્ક ફરીથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તે ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડીને આ સ્થાન પર આવ્યા છે.
2 મહિનામાં જ 50 અરબ ડોલર વધી સંપત્તિ
આ વર્ષની શરૂઆતમાં એલોન મસ્કની કુલ સંપત્તિ 137 અબજ ડોલર હતી. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, તેમની સંપત્તિમાં માત્ર 2 મહિનામાં $50 બિલિયનથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. હવે તેમની સંપત્તિ $187 બિલિયન પર પહોંચી ગઈ છે. તે જ સમયે, બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ આ વર્ષે $23.3 બિલિયન વધીને $185 બિલિયન પર પહોંચી ગઈ છે. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ત્રીજા સ્થાને છે. તેમની સંપત્તિ 117 અબજ ડોલર છે. બિલ ગેટ્સ $114 બિલિયનની નેટવર્થ સાથે ચોથા ક્રમે છે. તે જ સમયે, વોરેન બફે પાંચમા સ્થાને છે, જેમની સંપત્તિ $ 106 બિલિયન છે.