એંટીગુઆમાં રહેનારા મેહુલ ચોક્સી 23 મે ના રોજ ડોમિનિકા પહોચ્યો હતો, ત્યારથી ત્યા તેને ડોમિનિકાની પોલીસે પકડી લીધો હતો અને અત્યાર સુધી તે પોલીસની ધરપકડ હેઠળ જ છે. મેહુલ ચોક્સી દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જો કે હજુ સુધી તેના પર કોઈ નિર્ણય થયો નથી.
ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંકને 13500 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ છે. લાંબા સમયથી મેહુલ ચોક્સી એંટીગુઆમાં રહી રહ્યો હતો. 23 મે ના રોજ તે ડોમિનિકા પહોચ્યો, મેહુલ ચોક્સીના વકીલ તરફથી દાવો કરવામાં આવ્યો કે મેહુલ ચોક્સીનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ અને તેને બળજબરીથી ડોમિનિકા લાવવામાં આવ્યો હતો..