જો પ્લેનમાં કે એયરપોર્ટ પર બોલશો આ શબ્દો તો જવુ પડશે જેલ કે થશે કાયદાકીય કાર્યવાહી

બુધવાર, 14 મે 2025 (12:22 IST)
હવાઈ યાત્રા આજના સમયમાં સૌથી ઝડપી અને સુવિદ્યાજનક યાત્રામાંથી એક છે. પણ આ સાથે કેટલીક સાવધાનીઓ પણ જરૂરી છે. એયરપોર્ટ અને વિમાનોમાં સુરક્ષાને લઈને ખૂબ સખત નિયમ બનાવ્યા છે. આ નિયમોનુ પાલન કરવા કે ખોટા શબ્દોનો ઉપયોગ કરવાથી તમે મુશ્કેલીમાં પડી શકો છો.  તાજેતરમાં અનેક એવી ઘટનાઓ સામે આવી છે.  જ્યા પ્લેનથી મુસાફરી કરી રહેલા લોકોએ કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કર્યો જેને કારણે માત્ર ફ્લાઈટ જ લેટ ન થઈ પણ તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી પણ કરવી પડી.  
 
મુશ્કેલીમાં નાખી શકે છે આ શબ્દોનો ઉપયોગ 
ઉલ્લેખનીય છે કે આ શબ્દ સાંભળવામાં ભલે સામાન્ય લાગે પણ તેના પ્રયોગથી સુરક્ષા એજંસીઓ તરત જ સતર્ક થઈ જાય છે. બોમ્બ, બંદૂક, ચપ્પુ, આતંકવાદી, હાઈજેક, વિસ્ફોટક, ક્રેશ, જૈવિક હથિયાર અને સ્મગલિંગ કે ડ્રગ્સ જેવા શબ્દોનો ઉપયોગ એયરપોર્ટ કે ફ્લાઈટમાં બિલકુલ ન કરવો જોઈએ.  આ શબ્દ સાંભળતા જ સુરક્ષા કર્મચારી તરત જ કાર્યવાહીમાં લાગી જાય છે. જેનાથી તમારી યાત્રામાં મોડુ થઈ શકે છે અને કાયદાકીય પરેશાનીનો પણ સામનો કરવો પડી શકે છે. દાખલા તરીકે એયરપોર્ટ કે ફ્લાઈટમાં જો કોઈ મજાકમાં પણ કહી દે કે મારા બેગમાં બોમ્બ છે તો તેની તરત જ ધરપકડ થઈ શકે છે.     
 
બાળકોને પણ શબ્દોના ઉપયોગ વિશે સમજાવો 
એવા કિસ્સાઓ વારંવાર બને છે કે જ્યાં લોકોએ મજાકમાં અથવા અન્ય કોઈ કારણોસર શબ્દોનો ઉપયોગ કર્યો હોય જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા હોય. આવી ઘટનાઓ ટાળવા માટે, મુસાફરી કરતી વખતે તમારી વાતચીતમાં સાવચેત રહો. ખાસ કરીને, સોશિયલ મીડિયા પર એવી પોસ્ટ કે ટિપ્પણી કરવાનું ટાળો જે એરપોર્ટની સુરક્ષા અંગે શંકા પેદા કરી શકે. ઉપરાંત, તમારા સામાનની સારી રીતે તપાસ કરો અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ તમારી સાથે ન રાખો. જો શંકા હોય, તો એરપોર્ટ પરના હેલ્પ ડેસ્કનો સંપર્ક કરો. આ ઉપરાંત, બાળકોને આ શબ્દોના ખોટા ઉપયોગ વિશે પણ સમજાવો, કારણ કે બાળકો ઘણીવાર અજાણતાં આવી વાતો કહી દે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર