દર મહિનાના બીજા અને અને ચોથા શનિવારે બેંક બંધ રહેશે,

શુક્રવાર, 21 ઑગસ્ટ 2015 (12:03 IST)
હવે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહેશે. મહિનાના બાકી શનિવારે આખો દિવસ કામ થશે. બેંક કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી આ માંગને ધ્યાનમાં રાખતા કેન્દ્રએ આ વિશે નોટિફિકેશન રજુ કરી દીધુ છે. હવે પહેલા સપ્ટેમ્બરથી સરકારી બેંકોમાં મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા રહેશે. પહેલા અને ત્રીજા શનિવારે બેંક આખો દિવસ ચાલુ રહેશે. મતલબ બેંકમાં આખો દિવસ કામ થશે. 
 
આ સંબંધમાં નાણાકીય મંત્રાલયે સૂચના રજુ કરી દીધી છે. યૂનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયંસ (યૂએફબીયુ) અને ઓલ ઈંડિયા બેંક ઈમ્પ્લાઈઝ એસોસિએશનની તરફથી આ માહિતી આપવામાં આવી છે. 
 
હાલ સરકારી અને ખાનગી બેંકોમાં શનિવારે હાફ ડે ની વ્યવસ્થા લાગૂ છે. આવામાં અડધો દિવસ પછી સામાન્ય લોકો સાથે જોડાયેલ કાર્ય થતા નથી.   નવી વ્યવસ્થા હેઠળ મહિનાના પાંચમો શનિવાર પડવા પર પણ બેંકોમાં આખો દિવસ કામ થશે. સાર્વજનિક બેંકોમાં સમગ્ર દેશમાં લગભગ 10 લાખ કર્મચારી છે.  

વેબદુનિયા પર વાંચો