ઉલ્લેખનીય છે કે સરકાર આ સમયે એક સામાન્ય મોબાઈલ ફોન એપ બનાવવા પર કામ કરી રહી છે. જેનો ઉપયોગ કરીને દુકાનદાર અને વેપારી આધાર-આધારિત ચુકવણી મેળવી શકશે. આ રીતે તે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ, પિન અને પાસવર્ડ જેવી પ્રક્રિયાઓથી બચી જશે. આ મોબાઈલ એપમાં હૈંડસેટનો ઉપયોગ આધાર-આધારિત ચુકવણી કરવામાં ગ્રાહકની બાયોમેટ્રિક માહિતીની સાબિતી કરવા માટે કરવામાં આવશે.
ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકાર (યૂઆઈડીએઆઈ)ની યોજના આધાર દ્વારા બાયોમેટ્રિક ઑથેંટિકેશન ક્ષમતા વધારીને 40 કરોડ રોજ કરવાની છે. જો આવુ થયુ તો સરકાર કેશલેસ સમાજના લક્ષ્યને મેળવવામાં આ પ્લેટફોર્મના ઉપયોગને પ્રોત્સાહિત કરી શકે. ઉલ્લ્ખેનીય છે કે 8 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની નોટોને અમાન્ય જાહેર કરી દીધી હતી. ત્યારબાદથી સરકાર દ્વારા કેશલેસ ઈકોનોમી તરફ જવા માટે અનેક પગલા ઉઠાવ્યા છે.