Cab Booking via Whatsapp: પહેલીવાર Uber और Whatsapp એ પોતાની પાર્ટનરશિપની જાહેરાત કરી છે. તેનાથી યુઝર્સને ફાયદો થશે કે તેઓ વોટ્સએપ પરથી ઉબેર કેબ બુક કરી શકશે. તે WhatsAppના બિઝનેસ પ્લેટફોર્મ પર બનેલ છે. ઉબરે તેને સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લખનૌમાં લોન્ચ કર્યું હતું. ટૂંક સમયમાં જ તેને ભારતના બીજા શહેરોમાં લોંચ કરવામાં આવશે. આ ફીચરના માધ્યમથી Uber cars, Uber Moto (motorcycles) અને autos ને બુક કરી શકાય છે. ભારતમાં વ્હાટ્સએપના હાલ 400 મિલિયન (40 કરોડ)થી વધુ યુઝર છે.