1 ફેબ્રુઆરીના રોજ રજુ થનારા બજેટ(Union Budget)માં જ રેલ બજેટ (Rail Budget) પણ સામેલ હશે. તાજેતરમાં જ ટ્રેનોના પાટા પરથી ઉતરવાના અનેક ભીષણ દુર્ઘટનાઓનો સામનો કરનારી રેલવે માટે 20,000 કરોડ રૂપિયાનો સુરક્ષા કોષ, નવા પાટાઓ પાથરવા, સ્ટેશનોના પુનર્વિકાસની સાથે સાથે રેલ વિકાસ પ્રાધિકરણ અને ઉચ્ચ ગતિ રેલ પ્રાધિકરણની રચના આ વર્ષના રેલ બજેટનો ભાગ હોઈ શકે છે. સરકારના સુધાર એજંડાને આગળ વધારતા જેટલી આ વખતના રેલ બજેટને જુદુ રજુ કરવાની 92 વર્ષની જૂની પરંપરા ખતમ કરશે.
રેલ બજેટને લઈને કયા કયા એલાન થઈ શકે છે ... એક નજર
- આ વર્ષે આ સામાન્ય બજેટનોજ ભાગ હશે જેમા આગામી નાણાકીય વર્ષ માટે સામાન્ય બજેટમાં રેલવે માટે નાણાકીય, પરિયોજનાઓ અને માળખાને લઈને કેટલાક પેરાગ્રાફ હશે. બુનિયાદી માળખાના વિકાસ પર જોર આપી શકાય છે. જેમા નવી રેલ લાઈનોનો વિકાસ, લાઈનોને ફરી પાથરવી, સ્ટેશનોનો પુનર્વિકાસ અને સુરક્ષા ઉન્નયન સામેલ છે.