બેંક સુવિધાઓ આવતા મહિને ઓગસ્ટમાં 15 દિવસ માટે બંધ રહેશે. આવી સ્થિતિમાં બેંકોના કામો સમયસર પતાવી દેવા જરૂરી છે. જોકે, દેશભરમાં બધે એબેંક 15 દિવસ સુધી બંધ નહી રહે કારણે આરબીઆઈ દ્વારા નક્કી રજાઓમાં કેટલીક પ્રાદેશિક છે.
8 ઓગસ્ટે રવિવારના કારણે બેંકો બંધ રહેશે
13 ઓગસ્ટના રોજ પૈટ્રિયટ ડેને કારને ઇમ્ફાલમાં બેંકો બંધ રહેશે.
16 ઓગસ્ટે પારસી નવુ વર્ષ - મુંબઈ, બેલાપુર અને નાગપુરમાં બેંકો બંધ રહેશે.
ઓગસ્ટ 19 ના રોજ મોહરમને કારણે અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટણા, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે.
20 ઓગસ્ટે મુહરમ-ફર્સ અને ઓનમને કારણે બેંગલુરુ, ચેન્નઈ, કોચી અને તિરુવનંતપુરમમાં બેંક સેવાઓ બંધ રહેશે.
21 ઓગસ્ટે થિરુવોણમને કારને કોચિ અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
22 ઓગસ્ટે રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
ણે 28 ઓગસ્ટના રોજ મહિનાના ચોથા શનિવારના કારણે બેંકો બંધ રહેશે.
30 ઓગસ્ટે જન્માષ્ટમીના કારણે અમદાવાદ, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંક સેવાઓ બંધ રહેશે.