ગુજરાતમાં આ પોસ્ટ માટે ભરતી

શુક્રવાર, 15 માર્ચ 2024 (18:04 IST)
AMC Junior Clerk Bharti: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક જુનીયર ક્લાર્ક માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ માટે 15 એપ્રિલ સુધી અરજી કરાશે. અરજી માત્ર ઓનલાઈન કરવાની રહેશે.
 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે  નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો આ નોકરી મેળવવા માટે તા:15/04/2024 ના રોજ 23.59  કલાક સુધીમાં ફક્ત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
 
પોસ્ટનું નામ
સહાયક જુનીયર કલાર્ક – કુલ જગ્યા ૬૧૨ 
લાયકાત - કોઈ પણ માન્ય વિદ્યાશાખાના સેકન્ડ કલાસ ગ્રેજયુએટ પાસ 
સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી. પાસ
પગાર ધોરણ 
 
હાલ ફીક્સ વેતન રૂ. ૨૬૦૦૦/- ત્રણ વર્ષ સુધી ત્યારબાદ કામગીરીના મુલ્યાંકનને ધ્યાને લઇ, લેવલ - ૨, પે મેટ્રીક્સ રૂ. ૧૯૯૦૦/૬૩૨૦૦ની ગ્રેડમાં બેઝીક સાથે જ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં મળશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર