CEO સુંદર પિચાઇને દુનિયામાં સૌથી વધુ પગાર મળે છે, જાણો શું છે તેમનું પેકેજ

સોમવાર, 27 એપ્રિલ 2020 (10:25 IST)
સુંદર પિચાઈ વિશ્વના સૌથી વધુ વેતન મેળવતા સીઇઓ છે. સીઈઓ સુંદર પિચાઇને વર્ષ 2019 માં કુલ $ 281 મિલિયન અથવા 2,144.53 કરોડનો પગાર મળ્યો છે. 
 
એક નિયામક ફાઇલિંગમાં આલ્ફાબેટ ઇન્કએ ખુલાસો કર્યો કે 2019 માટે તેમના સીઈઓ સુંદર પિચાઇ       (Alphabet CEO Sundar Pichai) ને ચૂકવવામાં આવેલ પગાર  28 કરોડ ડોલરથી વધુ રહ્યો છે. 
 
માર્કેટવોચના એક અહેવાલ મુજબ,  પિચાઇને જ્યારે ગુગલના સીઈઓ બનાવવામાં આવ્યા હતા, ત્યારે તેમનો પગાર લગભગ 200 કરોડ સુધી પહોંચી ગયો હતો
 
અમેરિકાની એક દિગ્ગજ તકનીક કંપની આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઇને 2019માં કુલ 28.1 ડૉલર કે  2,144.53 કરોડ રૂપિયાની સેલેરી મળી હતી. 
 
ભારતવંશી સુંદર પિચાઈ દુનિયાના સૌથી વધુ વેતન મેળવતા અધિકારીઓમાં સામેલ રહ્યા. અલ્ફાબેટ એ 
માહિતી આપી છે કે આ વર્ષે તેમનો પગાર વધીને 20 લાખ ડોલર (15.26 કરોડ રૂપિયા)થઈ જશે. 
પિચાઈની સેલેરી આલ્ફાબેટ કર્મચારીઓના એવરેજ પગારના 1085 ગણી છે.
 
પોતાના મૂળ વેતનમાં વધારો ઉપરાંત પિચાઈના બે સ્ટોક પેકેજો ઓફર કરવામાં આવ્યા. તેમાથી કેટલાકની ચુકવણી એસએંડપી 100ની તુલનામાં અલ્ફાબેટના સ્ટૉકના પ્રદર્શનના આધાર પર કરવામાં આવશે. 
 
કોણ છે સુંદર પિચાઈ 
 
ઉલ્લેખનીય છે કે સુંદર પિચાઈ અલ્ફાબેટ કંપનીના સીઈઓ અને તેની સહાયક કંપની ગૂગલ એલએલસીના સીઈઓ છે. ગૂગલે તેની કંપનીનું નામ અલ્ફાબેટમાં બદલી નાખ્યું છે. પિચાઇ 2015 માં ગૂગલસીઈઓ બન્યા હતા. ડિસેમ્બર 2019માં તેઓ અલ્ફાબેટના સીઈઓ બની ગયા 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર