AI Death Calculator- કામને સરળ બનાવવાની સાથે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ઘણા સેક્ટરમાં નોકરીઓ માટે જોખમ ઊભું કરી રહ્યું છે. બીજી તરફ, તેની કેટલીક પ્રવૃત્તિઓ વ્યક્તિને વિચારવા માટે મજબૂર કરી રહી છે કે શું આ ખરેખર શક્ય છે. તાજેતરમાં કેટલાક સંશોધકોએ દાવો કર્યો છે કે AI હવે તમારા મૃત્યુનો સમય કહી શકશે. ડેનમાર્કની ટેકનિકલ યુનિવર્સિટીના સંશોધકોએ AIની મદદથી ડેથ કેલ્ક્યુલેટર (Death Calculator)તૈયાર કર્યું છે. સંશોધકોનો દાવો છે કે આ ડેથ કેલ્ક્યુલેટર લોકોના મૃત્યુનો સમય જણાવવામાં સક્ષમ છે.