અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે ટર્મિનલ શટલ સુવિધા , એક ટર્મિનલ થી બીજા ટર્મિનલ પર જવા માટે ફ્રી કેબ સેવા શરૂ કરાઇ

મંગળવાર, 30 માર્ચ 2021 (15:04 IST)
- કનેક્ટિંગ ફ્લાઇટ ના મુસાફરો ને પહેલા ચાલી ને 1 કિમિ જેટલું ચાલી જવું પડતું હતું.
અમદાવાદ એરપોર્ટ ગુજરાત નું સૌથી વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે મોટાભાગ ની  ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ  પણ અમદાવાદ એરપોર્ટ પર થી જ ઉડાન ભરે છે સાથે અમદાવાદ એરપોર્ટ પર રોજના અંદાજીત 30,000 થી વધુ લોકો નો ઘસારો રહેતો હોય છે. હાલ કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી ને એરપોર્ટ પર  સરકાર ની ગાઈડલાઈન  મુજબ થર્મલ સ્ક્રીનીંગ અને કોરોના ટેસ્ટિંગ સેન્ટર ની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે મુસાફરો માટે ની સુવિધાઓ માં પણ વધારો કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલ શટલ સેવા ની શરૂઆત કરવામાં આવી છે આ સેવા માં કોઈ મુસાફર ને અમદાવાદ થી કનેક્ટિંગ ફ્લાઇટ હોય અને તેને એક ટર્મિનલ પર થી બીજા ટર્મિનલ પર જવું હોય તો તલ કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર તે આ ટર્મિનલ શટલ ની કેબ માં બીજા ટર્મિનલ જઈ શકે છે .આના માટે માત્ર મુસાફરે આ કેબ ના ડ્રાઈવર ને  ટિકિટ જ બતાવાની રહેશે. પહેલા આ એરપોર્ટ પર કનેક્ટિંગ ફ્લાઇટ ના મુસાફરો ને 1 કિમિ જેટલું ચાલી ને બીજા ટર્મિનલ પર જવું પડતું હતું.અથવા કોઈ મુસાફર ને માત્ર 1 કિમિ ના અંતર ના 300-400 રૂપિયા ભાડું ચૂકવવું પડતું હતું. આ બાબત ને ધ્યાનમાં લઈને આ સેવા ની શરૂઆત કરવામાં આવી છે .આ સુવિધા અંતર્ગત 4 કેબ  24 કલાક એરપોર્ટ પર મુસાફરો માટે ઉપલબ્ધ રહેશે. સાથે કનેક્ટિંગ ફલાઇટ ના મુસાફરો ને  ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા પણ આ સુવિધા અંગે ની માહિતી આપવામાં આવે છે જેથી તેઓ ને બીજા ટર્મિનલ સુધી સમયસર ને સરળતાથી પહોંચી શકે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર