Adani Group એ 29% સ્ટેક લેવાની કરી જાહેરાત, બે કલાક બાદ NDTV ની CEO એ કહ્યું- અમારી સાથે કોઇ વાત થઇ નથી

બુધવાર, 24 ઑગસ્ટ 2022 (11:46 IST)
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી NDTVમાં 29.18% હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે. અદાણી ગ્રુપે મંગળવારે સાંજે આની જાહેરાત કરી હતી. આ પરોક્ષ હિસ્સો AMG મીડિયા નેટવર્ક લિમિટેડ (AMNL) ની પેટાકંપની વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ (VCPL) દ્વારા લેવામાં આવશે. AMG મીડિયા એ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ની પેટાકંપની છે.
 
અદાણી ગ્રુપ એનડીટીવીમાં વધારાના 26% હિસ્સા માટે રૂ. 294 પ્રતિ શેરના ભાવે રૂ. 493 કરોડની ઓપન ઓફર પણ કરશે. AMNLના CEO સંજય પુગલિયાએ જણાવ્યું હતું કે, “આ એક્વિઝિશન એક સીમાચિહ્નરૂપ છે. AMNL ભારતીય નાગરિકો, ગ્રાહકો અને ભારતમાં રુચિ ધરાવતા લોકોને માહિતી અને જ્ઞાનથી સશક્ત બનાવવાનો પ્રયાસ કરે છે. NDTV એ અમારા વિઝનને પરિપૂર્ણ કરવા માટે શ્રેષ્ઠ પ્રસારણ અને ડિજિટલ પ્લેટફોર્મ છે.
 
અદાણી ગ્રુપે સાંજે લગભગ 6.10 વાગ્યે NDTVમાં તેનો હિસ્સો જાહેર કર્યો હતો. લગભગ બે કલાક પછી, NDTVના CEOએ એક આંતરિક મેઈલ જારી કરીને કહ્યું કે અદાણી દ્વારા મીડિયા જૂથમાં હિસ્સો લેવાના સમાચાર ચોંકાવનારા છે. આ અંગે અમને ન તો જાણ કરવામાં આવી છે કે ન તો ચર્ચા કરવામાં આવી છે. ગ્રુપના CEOએ પણ આ મામલે નિયમનકારી અને કાયદાકીય પગલાં લેવાની વાત કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર