Gold Price Today: ન્યૂ ઈયર પહેલા સોનાની કિમંતોમાં થયો મોટો ફેરફાર, 10 ગ્રામનો ભાવ જાણીને માર્કેટમાં હાહાકાર

ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 (14:14 IST)
Sona-Chandi Na Bhav: દેશમાં વધી રહેલી મોંઘવારીને કારણે બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોનાની કિંમતમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. ક્યારેક સોનું સસ્તું તો ક્યારેક મોંઘું થતું જણાય છે.
 
લગ્નની સિઝન પૂરી થઈ ગઈ છે, પરંતુ તેના પછી પણ સોનાના ભાવમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે 21મી ડિસેમ્બર 2023ના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે.
 
આજે ભારતમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 57,145 રૂપિયા છે, પરંતુ ગઈકાલે તેની કિંમત 57,069 રૂપિયા હતી. 24 કેરેટ સોનાનો ભાવ આજે 62385 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ 62,302 રૂપિયા હતો, આજે ભાવમાં વધારો થયો છે.
 
 સોનું હજુ પણ 62 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર છે જ્યારે ચાંદીની કિંમત 74 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે તેના પહેલા અલગ-અલગ શહેરોના ભાવ જાણી લેવા જોઈએ, જેથી તમે સમજી શકો કે આજે કયા શહેરમાં શું ભાવ ચાલી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર