નવી દિલ્હી. અનેક લોકોની ઈચ્છા હોય છે કે તેઓ નોકરી કરવાને બદલે ખુદનુ કામ કરે. ભારતમાં આજકાલ યુવાઓમાં આ ક્રેજ ઝડપથી વધી રહ્યો છે. સામાન્ય નાગરિક આજે ભલે ગામડામાંથી પલાયન કરીને શહેર તરફ વળી રહ્યો હોય પણ ગામમાં રહીને પણ આવા અનેક બિઝનેસ કરી શકાય છે. જેનાથી તમારી ઈનકમ લાખોમાં થઈ શકે છે. એ પણ ખૂબ ઓછા ઈનવેસ્ટમેંટમાં. આજે અમે તમને વાત કરી રહ્યા છે કેટલાક આવા જ બિઝનેસ આઈડિયા વિશે જેને તમે ઓછા રોકાણમાં જ શરૂ કરી લાખો રૂપિયા કમાવી શકો છો.
ગામમાં રહેનારા પોતાની પાસે ગાય કે ભેંસ રાખે જ છે. બસ એક કે બે વધુ ગાય કે ભેંસ ખરીદીને ડેયરી બિઝનેસની શરૂઆત કરી શકે છે. તમને એક સારી ગાય 30 હજાર રૂપિયા સુધીની કિમંતમાં અને એક ભેંસ 50 હજાર રૂપિયા સુધીમાં મળી શકે છે. શહેરોમાં દૂધની ખૂબ માંગ રહે છે. તેથી દૂધનો બિઝનેસ લાભકારી થઈ શકે છે. દૂધ 50 રૂપિયા પ્રતિ લીટર સુધી વેચાય જાય છે. દૂધના વેચાણ માટે તમે ડેયરી કંપનીઓ સાથે સંપર્ક કરી શકો છો કે પછી લોકલ લેવલ પર દૂધ વેચનારાઓ સાથે પણ સંપર્ક કરી શકો છો.
દરેક તહેવાર, કાર્યક્રમો, લગ્ન અને પૂજા પાઠમાં ફૂલોની માંગ સૌથી વધુ હોય છે. તમે તમારી જમીન પર ફૂલોની ખેતી કરી શકો છો. સૂરજમુખી, ગુલાબ, પીળા ફૂલોની ખેતી ખૂબ જ લાભકારી રહે છે. ફૂલ વિક્રેતા કે કંપનેઓનો સંપર્ક કરી તમે તમારા ફૂલ વેચી શકો છો.
જો તમારી પાસે કે બે વીધાની પણ ખેતી છે તો તમે તેમા શીશમ, સાગવાન જેવા અતિકિમંતી ઝાડ લગાવી શકો છો. સારી રીતે લગાવેલ આ ઝાડ 8-10 વર્ષ પછી તમને કરોડપતિ બનાવી શકે છે. એક શીશમનુ ઝાડ 40 હજાર રૂપિયામાં વેચાય જાય છે. સાગવાનનુ ઝાડ તો તેનાથી પણ કિમંતી છે.