11 ટ્રેનોમાં તત્કાલ ટિકિટ પર લાગુ ડાયનામિક ફેયર પ્રણાલી, 50 ટકા વેચાયા બાદ રેલભાડુ વધતુ જશે.

બુધવાર, 21 જાન્યુઆરી 2015 (11:53 IST)
રેલ મંત્રાલયે દેશની 11 ટ્રેનમાં તત્કાલ ટિકિટ પર ડાયનામિક ફેયર પ્રણાલી બુધવારથી લાગુ કરવાની જાહેરાત કરી છે. 
 
રતલામ મંડળના જનસંપર્ક અધિકારી જેકે જયંતે જણાવ્યુ કે રતલામ મંડળની 12471 બાદ્રા જમ્મુતવી,  12961-62 મુંબઈ ઈંદોર અવંતિકા, 12909 બાંદ્રા નિઝામુદ્દીન ગરીબ રથ, 19037 બ્રાંદ્રા ગોરખપુર ઉપરાંત 19039 બાંદ્રા મુજફ્ફરનગર ટ્રેનમાં હવે તત્કાલ ટિકિટ 50 ટકા વેચાયા બાદ રેલભાડુ વધતુ જશે. 
 
માંગ નહી હોવા પર ભાડુ ઓછુ પણ થઈ શકે છે. ટ્રેન નંબર 12919 ઈંદોર માલવા જમ્મુતવીમાં પ્રીમિયમ તત્કાલ કોટા અને તત્કાલ કોટા સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. 

વેબદુનિયા પર વાંચો