ઉર્જામંત્રી સૌરભ પટેલે ઉમેર્યુ કે, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમા વરસાદ ખેંચાતા આ વિસ્તારના ખેડૂતો દ્વારા રજૂઆતો મળી હતી. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજય મંત્રી મંડળની બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા બાદ આ ખેડૂતલક્ષી નિર્ણય કરાયો છે.
રાજયના ખેડૂતોને અત્યારે આઠ કલાક વીજળી પૂરી પાડવામાં આવી રહી છે પરંતું, ઉત્તર અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે આ વિસ્તારના ખેડૂતોને હવે આઠ કલાકના બદલે દશ કલાક વીજળી આપવામાં આવશે. જેનાથી ખેડૂતોનો પાક બચશે અને આર્થિક નુકસાન સહન કરવુ પડશે નહી.