સપ્ટેમ્બર મહિનો આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે અને આ સાથે ઘણા નિયમો બદલાશે જેની સીધી અસર તમારા રોજિંદા જીવન અને તમારા ખિસ્સા પર પડશે. બેંકો, સરકાર અને નાણાકીય સંસ્થાઓ સાથે સંબંધિત આ 6 મોટા ફેરફારો જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
1. આવકવેરા રિટર્ન (ITR) માટે નવી સમયમર્યાદા
જે કરદાતાઓએ તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર નથી, તેમના માટે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે. બીજી તરફ, જેમના ખાતાઓનું ઓડિટ કરાવવું જરૂરી છે તેમણે 31 ઓક્ટોબર સુધીમાં ITR ફાઇલ કરવી પડશે.
૪. SBI ક્રેડિટ કાર્ડના નિયમો
SBI એ ૧ સપ્ટેમ્બરથી તેના કેટલાક ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઈન્ટ પ્રોગ્રામમાં ફેરફાર કર્યો છે. હવે ડિજિટલ ગેમિંગ, સરકારી વેબસાઇટ્સ અને વેપારી પ્લેટફોર્મ પર કરવામાં આવેલા વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ ઉપલબ્ધ રહેશે નહીં.
૫. આધાર કાર્ડ અપડેટ માટેની છેલ્લી તારીખ
UIDAI એ મફત આધાર અપડેટ માટેની અંતિમ તારીખ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી લંબાવી છે. તમે આ તારીખ સુધી UIDAI વેબસાઇટ પર તમારા ઓળખ અને સરનામાના દસ્તાવેજો મફતમાં અપલોડ કરી શકો છો.
૬. સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ (FD)
જો તમે ઇન્ડિયન બેંક અથવા IDBI ની સ્પેશિયલ FD યોજનામાં રોકાણ કરવા માંગતા હો, તો તેની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ છે.