હવે રુપિયાની જેમ રજાઓ પણ ઉછીની મળશે

શુક્રવાર, 12 ડિસેમ્બર 2014 (12:54 IST)
કંપનીમાં ચાલુ વર્ષે તમારી રજાઓનો કવોટા પૂરો થઈ ગયો હોય તો ચિંતા ન કરશો. નાણાની જેમ હવે તમે સહકર્મચારીઓ પાસેથી રજા પણ ઉછીની લઈ શકશો. કેટલીક કંપનીઓએ તેના કર્મચારીઓને આ સુવિધા આપવાનું શરૂ કર્યુ છે. વ્‍યકિતગત ઈમર્જન્‍સીની સ્‍થિતિમાં કર્મચારી રજા ઉછીની લેવાની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. આ પ્રક્રિયા હેઠળ તે અન્‍ય કર્મચારીઓએ સ્‍વૈચ્‍છિક રીતે ‘લીવ બેન્‍ક'માં જમા કરાવેલી રજાઓ ઉપર લઈ શકે છે. તેણે નિર્ધારીત સમયમાં આ રજાઓ ‘લીવ બેન્‍ક'માં જમા કરાવવાની રહે છે.

 વ્‍યકિત રજા જમા કરાવ્‍યા વગર કંપની છોડે તો કંપની નાણાની આખરી લેવડદેવડમાં રજાના પ્રમાણમાં પગાર કાપી લે છે.
 કંપની વર્ષ પુરૂ થતી વખતે તમામ લેપ્‍સ રજાઓને ‘લીવ બેન્‍ક'માં ટ્રાન્‍સફર કરે છે. મેડિકલ સમસ્‍યાને કારણે લાંબી પેઈડ રજા લેવી પડે તો તેમને ‘લીવ બેન્‍ક'માંથી વધારાની રજા આપવામાં આવે છે. આ બાબત જે તે કેસ આધારીત હોય છે. ઘણી કંપનીઓએ તેના કર્મચારીઓની સુવિધા માટે ‘એડોપ્‍શન લીવ'નો નવતર વિકલ્‍પ પણ અમલમાં મુકયો છે. ૧૨૯ કંપનીના સર્વેક્ષણમાં ૪૧ ટકા કંપની એડોપ્‍શન લીવ ઓફર કરવાનું તારણ મળ્‍યુ છે. આ આંકડો મહિલાઓ માટે સરેરાશ ૩૦ દિવસ અને પુરૂષ કર્મચારીઓ માટે ૫ દિવસ છે. ઈન્‍ફોસિસ, વિપ્રો, ટીસીએસ અને કેપ જેમિની જેવી કંપનીઓ એડોપ્‍શન લીવના અમલીકરણમાં અગ્રણી છે. કેન્‍દ્ર સરકાર વધુ ઉદાર એડોપ્‍શન લીવ પોલિસી ધરાવે છે. જેમાં મહિલા સરકારી કર્મચારીને ૧૩૫ દિવસની રજા મળે છે. અન્‍ય ઈનોવેશનમાં ત્રિમાસિક લીવ પોલિસી (મુખ્‍યત્‍વે આઈટી કંપનીઓ ઓફર કરે છે), રહેવાના સ્‍થળમાં ફેરફાર, પ્રસૃતિ સંબંધી રજા, મિસકેરેજ અને ફર્ટિલીટી લીવ્‍સ (આઈસીઆઈસીઆઈ બેન્‍ક દ્વારા આપવામાં આવે છે)નો સમાવેશ થાય છે.



વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો. 

વેબદુનિયા પર વાંચો