હવે તમે રેલવેની કંફર્મ ટિકિટ ટ્રાંસફર કરી શકો છો

ગુરુવાર, 11 ડિસેમ્બર 2014 (14:33 IST)
રેલ મુસાફરો માટે ખૂબ જ જરૂરી સમાચાર છે. હવે તમે તમરી ટિકિટને ટ્રાંસફર કરી શકો છો. પણ ફક્ત ત્યારે જ્યારે બીજી વ્યક્તિ સાથે તમારુ બ્લડ રિલેશન હોય. આ સુવિદ્યા રેલવેમાં હાલ છે. પણ આ વિશે માહિતી ન હોવાને કારણે અનેક મુસાફરો તેનો લાભ લેવાથી વંચિત રહી જાય છે. 
 
રેલવે નિયમો મુજબ જો કોઈ મુસાફર પાસે કન્ફર્મ ટિકિટ છે પણ કોઈ કારણસર તે નક્કી તારીખે યાત્રા કરવામાં અક્ષમ છે. તો તે પોતાની કંફર્મ ટિકિટ પોતાના બ્લડ રિલેશન મતલબ માતા-પિતા-ભાઈ-બહેન-પુત્રી અથવા પુત્રને ટ્રાંસફર પણ કરી શકે છે. 
 
ટિકિટ ટ્રાંસફર કરવા માટે ટ્રેન રવાના થવાના 24 કલાક પહેલા સંબંધિત રેલવે સ્ટેશનના ચીફ રિઝર્વેશન સુપરવાઈઝર (સીઆરએસ)ની પાસે આવેદન કરવુ  જરૂરી છે. આવેદન સાથે આવી પ્રુફ પણ આપવી પડશે કે એ આદમીની સાથે બ્લડ રિલેશન(સંબંધ) છે. રેલવેથી પ્રાપ્ત માહિતી મુજબ સરકારી વ્યક્તિ અન્ય સરકારી વ્યક્તિને અને વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને પોતાની કંફર્મ ટિકિટ ટ્રાંસફર કરી શકે છે. 
 

વેબદુનિયા પર વાંચો