હવે તમે બેંકમાંથી સરળતાથી લોન મેળવી શકશો : અરજી મળતા જ બેંક જણાવશે ક્યારે મળશે લોન

મંગળવાર, 2 સપ્ટેમ્બર 2014 (10:42 IST)
હવે તમે જ્યારે બેંકમાં લોન માટે અરજી કરશો. ત્યારે જ બેંક તમને જણાવી દેશે કે તમારી લોન કેટલા દિવસોમાં પાસ થઈ જશે.  તે સાથે લોન એપ્લીકેશન ક્લીયર થવાની આખીય પ્રકિયા બેંક તરફથી જણાવવામાં આવશે.  
 
ભારતીય રિઝર્વ બેંક સર્ક્યુલર જાહેર કરીને દરેક બેંકોને નિર્દેશ આપ્યા છે.  રિઝર્વે બેંક તે સાથે કહ્યુ કે 30 દિવસોની અંદર બેંકોએ આ જણાવાયેલા નિર્દેશોને ભેળવીને એક નીતિ પણ લાવી પડશે. અત્યાર સુધી બે લાખ રૂપિયાની લોનના આવેદન પર જ બેંક સમય સીમા નક્કી કરતી હતી. પરંતુ હવે દરેક પ્રકારની લોન એપ્લીકેશન પર આ ગાઈડલાઈન લાગુ થશે.  

વેબદુનિયા પર વાંચો