હવે ચેક બાઉંસ થવો વધુ મોંઘો પડશે

શનિવાર, 9 ઑગસ્ટ 2014 (12:34 IST)
જો બેંકમાંથી ચેક બાઉસ થઈ જાય છે તો હવે એ રકમને રિકવર કરવી વધુ જટિલ અને મોંઘી થવાની છે. સુપ્રીમ કોર્ટે નેગોશિએબલ ઈસ્ટ્રૂમેંટ એક્ટ સેક્શન  138માં સંશોધન કરતા તેના ગ્રાઉંડ રૂલમાં ફેરફાર કર્યો છે. જેના હેઠળ એકાઉંટમાં ઓછુ બેલેંસ હોવાને કારણે બાઉસ થનારા ચેક હોલ્ડરને હવે એ જ સ્થાન પર કેસ લડવો પડશે જ્યા એ બેંકની બ્રાંચ આવેલી છે., જ્યા ચેક લગાવ્યો છે. 
 
જસ્ટિસ ટીએસ ઠાકુર વિક્રમજીત સેન અને સી નાગાપ્પની બેંચે આ નિર્ણય સંભળવ્યો. આ પહેલા ચેક બાઉંસ થવાની સ્થિતિમાં ચેક હોલ્ડરના બિઝનેસ પ્લેસ કે રહેઠાણ શહેરથી કેસ લડી શકાતો હતો. મતલબ જો કોઈ દિલ્હીનો વ્યક્તિ ચેન્નઈથી કશુક ખરીદવા માટે દિલ્હીના બેંકનો ચેક આપે છે અને આ એકાઉંટમાં પૈસાની કમીને કારણે બાઉંસ થઈ જાય છે તો વ્યથિત વ્યક્તિને ચેન્નઈથી દિલ્હી આવીને કેસ લડવો પડશે. 
 
આ નવા નિયમ અનેક ન્યાયાલયોમાં પહેલાથી પૈંડિગ પડેલ લાખો કેસ પર પણ લાગૂ થશે. મતલબ કે હવે આ કેસ સ્થાનાંત્રિત કરવામાં આવશે. જસ્ટિસ સેને જણાવ્યુ, "આજની હકીકત એ છે કે સેક્શન 138 હેઠળ ન્યાયાલયોની પાસે ઘણા બધા કેસ લાગેલ છે અને આ બોઝ એટલો વધુ છે કે તેમને ઉકેલવામાં વધુથી વધુ સમય લાગી રહ્યો છે." 

વેબદુનિયા પર વાંચો